________________
વિભુ વર્ધમાન
[૧૧૮] આ સંસારને અસાર અને સ્વપ્નાવત ક્ષણભંગુર માની મહાન કારુણ્યસાગર જ્ઞાની વીતરાગ દેવે, તરણતારણરૂપ ઉત્તમ માર્ગ બતાવ્યો છે.
આ પ્રમાણેની અમીઝરણુરૂપ રસધારાની અસર કુમાર અને કનફ્યૂડ વિદ્યાધર પર થઈ. બને ભાવિક આત્માઓએ મુનિરાજ પાસે આજીવન માંસ, મદિરા, રાત્રિભેજન આદિના પચ્ચકખાણ લીધા. પછી પોતાના જીવનને ધન્ય માનતા બને જણે રાજમહેલે આવ્યા. કનકચૂડ વિદ્યાધરના સ્વાગતનો તેમજ વિદ્યાઓનો અપૂર્વ લાભ લઈ રહેલ કુમારે થોડાક દિવસો અહીં આનંદમાં વિતાવ્યા એક દિવસ વિદ્યાધરને કુંવરે જણાવ્યું કે ઘણા દિવસથી હું નીકળે છું માટે હવે મારે માતા-પિતાને મળી તેમને વિરહ દૂર કરવું જોઈએ, કનકચૂડે તેને રોકવા ઘણે આગ્રહ કર્યો પરંતુ સુરસેનકુમારની અનિચ્છા જાણે વિમાનમાં તેઓ કાદંબરી વનમાં આવી પહોંચ્યા.
આ બાજુ, કુમારનું અધે કરેલા અપહરણ પછી સન્ય ઘણી તપાસ કરી છતાં કુમારનો પત્તો ન મળવાથી તે સર્વ સૈન્ય શ્રીપુરનગરે ગયું. અને રાજા રાણુ તેમજ રાજકુટુંબ સાથે સુરસેનકુમારની રાણું રત્નાવલિના શેકનો પાર ન રહ્યો. છેવટે રાજાએ રત્નાવલિ તેમજ વિશાળ સેન્ચ સહિત કુમારની તપાસ માટે કાદંબરી વનમાં પ્રવેશ કર્યો. વિવિધ પ્રકારે શોધ કરતાં રાજાએ કુમારના ઉપકારી તે ભિલને જોયે. તેમજ બિલના હાથમાં સુરસેનકુમારના નામવાળી મુદ્રિકા પણ જોઈ. તેથી તેમને સહેજે શંકા ઉભવી કે-આ ભિલે જ કુમારનો વધ કર્યો હશે, નહીં તે તેની પાસે કુમારના નામાભિધાનવાળી મુદ્રિકા કયાંથી હોઈ શકે?
ભિલને કેટલાક સવાલ પૂછયા, પરંતુ રાજાના પ્રશ્નોને તે સંતેષકારક જવાબ આપી શકયે નહી એટલે રાજાને તેના પર વિશેષ વહેમ આવ્યો અને તેને કેદ કર્યો. *
રાજકુમારની મુદ્રિકા મળવાથી સૈન્યમાં પણ એવી અફવા ફેલાણી કે-“કુમાર પંચત્વ પામ્યા છે.” આ સમાચાર રત્નાવલીને મળતાં તે મૂચ્છિત બની ગઈ. થોડા સમય બાદ મૂર્છા વળતાં તેણે પિતાની ધાવમાતાને એકાંતમાં કહ્યું કે-“હે માતા ! હું મારા જીવિતને ટકાવી રાખવા ઈચ્છતી નથી. મારા પ્રાણેશ પંચત્વ પામ્યા છે તો, મારે જીવીને શું કરવું છે? માટે મારા આ કાર્યમાં તું મને સહાયભૂત થા.” ધાવમાતાએ રત્નાવલીને આશ્વાસન આપી શાંતિ પમાડી અને હજી વિશેષ સમય રાહ જેવા સમજાવી.
રાત્રિના શાંત અને અંધકાર સમયે રત્નાવલી ધાવમાતા તેમજ રક્ષક સેન્સ વગેરેની નજર ચુકાવી તે જ વનમાં દૂરની કળી ગઈ. પોતાના ઉત્તરીય વસ્ત્રને કંઠપાશ બનાવી, પિતાના કેશકલાપને સરખા કરી વડના એક ઝાડ નીચે જઈ-“એ નાથ! હું આપને આવીને મળું છું” કહી ગળે ફાસો નાખી લટકી પડી.
રત્નાવલીની ફીકરમાં જેણે પોતાની નિદ્રા ગુમાવી છે તે ધાવમાતાએ માત્ર થોડા જ સમય બાદ રત્નાવલીની શય્યા તપાસતા તેને શૂન્ય દેખાણી તે એકદમ પિકાર અને રુદન કરવા લાગી. ચારે દિશાએ રત્નાવલીની શોધમાં માણસો ફરી વલ્યા. એવામાં થોડે દૂર જંગલના અંધકારમાં વડના ઝાડની ડાળીએ કેઈ લટકતું હોય તેમ સર્વને દેખાણું. મહારાજા, ધાવમાતા આદિ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com