________________
[ ૧૧૮ .
વિશ્વતિ પલકારામાં હાજર થઈ કુંવરને ઘેરી વળી અને ભાવથી થાળો કુંવરના સન્મુખ ધર્યા. કુંવરે સાનંદાશ્ચર્ય પ્રેમભાવે તેને ઉપયોગ કર્યો.
પછી સુગંધિત દ્રવ્યથી ભરપૂર–તાંબૂલને ઉપભેગ કરાવી, દેવાંગનાઓ કુમારને સ્નાનગૃહમાં લઈ ગઈ. જ્યાં અતિ કીંમતી અત્તર ગુલાબજળ વગેરેથી સુવાસિત એવા રત્નજડીતસુવર્ણમય જળકુંડમાં કુમારને એવી રીતે સ્નાન કરાવવામાં આવ્યું કે, જેને અનુભવ આ વૈભવી રાજકુમારને આ ભવમાં પ્રથમ જ વાર થયે અને તેને એમજ લાગ્યું કે પોતે કઈ દેવલોકમાં દિવ્ય સુખને આસ્વાદ લઈ રહ્યો છે. સ્નાનાગારથી બહાર આવી. અમૂલ્ય રત્નજડિત આભૂષણયુક્ત અણુમેલ વસ્ત્રધારી કુમારની પ્રકુલ્લિતતામાં કોઈ પણ કચાશ ન રહી.
એક જ રાત્રિમાં પિતાના જીવનને આ પ્રમાણે અભુત પલટો જોઈ અતિ પ્રસન્નચિત કુમાર વિદ્યાધર સાથે વૈતાઢય પર્વત જેવી દેવભૂમિની રમણીયતા નીહાળવા બહાર પડ્યો.
ચમત્કારી પવિત્ર પર્વતની હારમાળાઓમાં ફરતા એક મોટી શિલા ઉપર પિતાની ભુજાઓ આકાશ તરફ ઊંચી રાખી, એક પગ પર આખા શરીરને ભાર મૂકી, પ્રતિમા રૂપે ધ્યાન ધરતા એક મુનિવર તેમની નજરે પડ્યા. તેમના પવિત્ર દશનથી કુંવરને તેમના તરફ ભકિતભાવ ઉત્પન્ન થયે. અને મુનિદર્શનથી કુંવરે પિતાના જીવનની સાર્થક્તા માની. મુનિવર પાસે જઈ તેમને ભાવપૂર્વક વંદન કરી તેમની સમીપ કુંવર અને કનફ્યુડે બેઠક લીધી.
આ સમયે મહામુનિએ પિતાનો કાઉસગ્ગ પાર્યો. કુંવરને યોગ્ય પાત્ર જાણું અમૃત તુલ્ય ધર્મતત્વ સમજાવતાં મહામુનિએ કહ્યું: “હે મહાનુભાવ?
ધર્મનું મૂળ અહિંસા અને દયામાં રહેલ છે. મદ્ય, માંસ, રાત્રિભેજન આદિ, શારીરિક રોગ ઉત્પન્ન કરનારા તેમજ દુતિગામી છે. મદ્યપાનથી બેન, દીકરી, માતા આદિનું ભાન પણ ભુલાય છે અને ન કરવાના અનર્થનાં કાર્યો સહેજે થાય છે, જેના પરિણામે નરકગતિનાં દુઃખે ભેગવવા પડે છે.
કૃમિ તેમજ વિવિધ પ્રકારનાં જંતુના ઉત્પત્તિસ્થાન એવા માંસાહારથી પિતાની હાજરીને કબ્રસ્તાન બનાવવું, તેમાં સંતોષ માની રાજી થવું તેના જેવું મહાન પાપ એકે નથી. નિર્દોષ પ્રાણીઓના રક્ષણાર્થે તે માનવ જીવનની પ્રાપ્તિ થએલ છે તે તેને આ પ્રમાણે હિંસાદિક કૃત્યોથી કયે ભાનભૂલે આત્મા પિતાને નરકગામી બનાવે! કુમાર, રાત્રી સમયે જમતાં ઝીણી નજરથી પણ ન દેખી શકાય તેવાં સૂક્ષ્મ હજારો જતુઓ આહાર સાથે પેટમાં જતા હોય છે તેથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થઈ અંતે તે જીવનને નાશ કરનારા બને છે.
જેમ એક મનુષ્ય પોતાના હાથમાં લીધેલ પાણી, ધીમે ધીમે હથેળીમાંથી વહી જાય છે તે મુજબ મનુષ્યનું આયુષ્ય રાત્રિદિવસ પળે પળે કપાતું જ રહે છે અને કયારે તેને નાશ થશે તે કહી શકાય નહિં, જેથી આવા ક્ષણભંગુર શરીરના મેહમાં ફસાયા વિના જલદી તરણેપાય શોધી લેવું જોઈએ. કુંવર! સંસાર એ કેદખાનું છે. તે કેદખાનામાંથી છૂટવા માટે અવશ્ય પ્રયાસ કરે જોઈએ. સમજુ માનવી પિતાનું સ્વકલ્યાણ ની સાથે તે તેના જેવી બીજી મૂખોઈ કઈ હોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com