________________
વિભુ વર્ધમાન
[૧૧૭]. જણાયું કે-દેવ-દેવીઓ પર માનવીના શસ્ત્ર કંઈ પણ અસર ઉપજાવી શકતા નથી, માટે તેઓને તે વિનય-વિવેકથી જ વશ કરવા જોઈએ. - તક્ષણે કુંવરે પોતાના હાથની કટારી દૂર ફેંકી દીધી અને ચેટકદેવની નજદીક જઈ તેના ચરણોમાં પડી વિનંતિ કરતાં કહ્યું: હે ચેટકરાજ ! આપ તે દયાના ભંડાર ગણાવ. દેવમાં સદાકાળ દયા જ હોય છે, તે કૃપા કરી આ સાધકની ભૂલ માટે આપ ક્ષમા કરો અને આપના કોધાગ્નિને શાંત કરે.
હે દેવ! ક્ષમા એ એક એવું અમેઘ શસ્ત્ર છે કે જે દેનાર અને લેનાર બનેનું કલ્યાણ કરે છે. તેમજ દેવનું દર્શન કદાપિકાળે નિષ્ફળ જતું નથી તે મુજબ આપે આ સાધકની ઈચ્છા પરિપૂર્ણ કરવી જોઈએ, એવી મારી પ્રાર્થના છે.
પ્રભાવશાળી તેજસ્વી યુવાનની વિનયયુક્ત પ્રાર્થનાની અસર દેવ પર સચેટ થઈ. તેને કાધ શમી ગયે અને પ્રસન્ન થયેલ તે ચેટકદેવ સાધકની કામના મુજબ ઔષધિ સિદ્ધ કરી આપી, કુંવરના વખાણ કરી અંતધ્યાન થઈ ગયે.
દેવની ક્રોધમૂર્તિ નીરખતાં જ મૂછિત બનેલ સાધક ઠંડા ઉપચારથી શુદ્ધિમાં આવતાં તેણે પિતાને અભયદાન સાથે સિદ્ધિ અપાવનાર કુંવરને આભાર માનતાં કહ્યું: હે વીર યુવાન ! આવા ભયંકર સ્થાનમાં તમે કેવી રીતે આવી ચઢ્યા? અહીં મારા જેવા સાધકોના આવા હાલ થાય છે ત્યાં તમારી તે શી ગણત્રી? છતાં આશ્ચર્યની હકીકત તે એ છે કે-આવા ભયપ્રદ સ્થળમાં તમોએ જીવનની પરવા ન કરતા ચેટદેવ જેવાથી તમારું જીવન બચાવ્યું અને મારું રક્ષણ કર્યું.
કુમાર ! મારું નામ કનફ્યુડ વિદ્યાધર છે. હવે આપ મારી સાથે મારા નગરે પધારે અને મારી સેવાને સ્વીકાર કરો.
પછી કનકચૂડ વિદ્યાધર પોતાના વિમાનમાં કુંવરને લઈ ગગનમાગે ગાઢ અંધકારમાં વૈતાઢય પર્વત પર પિતાના વૈભવી મહેલે આવ્યા અને કુમારનું તેણે સુંદર સ્વાગત કર્યું.
સમય મધ્ય રાત્રિનો હોવાથી શ્રમિત કુંવરની નિદ્રા માટે વૈભવી મહેલમાં એક દિવ્ય કળાત્મક પલંગ પર કુમારને શયન કરવાની ગોઠવણ કરવામાં આવી.
આ પલંગની ચારે દિશાએ રહેલ વિદ્યાધર દેવીઓ કુંવરને દરેક રીતે શાંતિ મળે તેવી રીતે સુગંધી દ્રવ્યથી પલંગને સુગંધિત કરી રહી હતી.
તેમાંની એક ગાંધારદેવીએ તે સિતાર તેમજ વીણાના વાદન-તાલના સાથે ભૈરવી રાગના ગાનમાં કંવરને એ લીન બનાવ્યા છે, તેને આ સમયે એમ જ થયું કે, “ પોતે રાજકુમાર છે કે દેવકુમાર ?” આ પ્રમાણે વિદ્યાધરના વૈભવી મહેલમાં કુંવરે સુખપૂર્વક રાત્રિ વ્યતીત કરી..
પ્રાત:કાળે ઊંચ કેટીના મસાલાથી ભરપૂર સુવાસિત દૂધનો રત્નજડિત ચાલો એક દેવીએ લલિતમય હાવભાવથી કુમારને આપ્યા. તેમજ રત્નજડિત સુવર્ણના ભિન્ન ભિન્ન થાળેમાં અમૃત તુલ્ય મીઠાશવાળા વિવિધ પ્રકારના દિવ્ય ફળે સહિત રૂમઝુમ કરતી અનેક દેવીઓ આંખના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com