________________
[ ૧૧૬ ]
વિશ્વતિ કુંવર સાથે મિલને મિત્રાચારી બંધાઈ જતાં ભિલે તેને કહ્યું કે-આ વન કૌતુકી છે, આશ્ચર્યોના સ્થાનભૂત છે, માટે મારી સાથે ચાલે, હું તમને તેની મહત્તા બતાવું. સમય સંધ્યાને હતું. આ સમયે પરસ્પર મિત્રો બનેલા ભિલરાજ અને કુમાર ગાઢ અટવીમાં જુદા જુદા આશ્ચર્યો જોવા નીકળી પડ્યા.
એક સ્થળે મંત્રવાદીઓ રાતા ચંદનના મંડલનું આલેખન કરી મંત્રસાધના કરી રહ્યા હતા, તે બીજે સ્થળે ધાતુવાદીઓ પત્થરો તપાવી ધમી રહ્યા હતા.
એક સ્થળે ઔષધિરસથી ભસ્મ બનાવવામાં સાધકે લીન બન્યા હતા. એક સ્થળે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ ચાલી રહ્યો હતે.
આમ આ ચમત્કારી વનલીલા નિહાળતા કુંવર ભિલ સાથે આગળ ચાલી રહેલ છે એવામાં તેની નજરે એકાગ્રચિતે સાધના કરતી એક યેગી દેખાયા. તેમજ એક સિદ્ધપુરુષ મંત્રસાધનામાં એકાગ્ર બનેલ છે. તે જ માફક કેઈ એક સાધક પિતાના ઈષ્ટદેવની સાધનામાં લીન બનેલ જણાયે.
આ પ્રમાણે અનેક મંત્ર અને સિદ્ધિસાધકેથી ભરપૂર તેમજ દૈવિક રિદ્ધિ-સિદ્ધિથી ભરપૂર વનમાં આશ્ચર્યજનક ઘટનાઓનું નિરીક્ષણ કરતે સૂરસેનકુમાર, પોતાના મિત્ર હિલ નાયક સાથે રાત્રિના સમયે ફરતે ફરતે એવા સ્થળે આવી ચઢયો કે-જ્યાં ભૂત, પ્રેત, વૈતાલ પિશાચ આદિ પ્રેતનીઓનું સામ્રાજ્ય વ્યાપક હતું. આ સ્થળમાં પ્રવેશતાં જ ભીલ સરદારે કહ્યું: કુંવર ! રાત્રિના સમયે આ ભૂતાવળો અહીં વિચિત્ર પ્રકારની નૃત્યલીલામાં લીન થતી હોય છે. તેમને ભૂલેચૂકે જે માનવની ગંધ આવી જાય અને તેમાં માનવી સપડાઈ જાય તો તેનો નાશ થઈ જય છે-તેના રક્તનું પાન કરતા તેઓ આનંદોત્સવ કરે છે.
કુમાર ! આ સ્થળે ભલભલા સાધકે પણ પિતાના જીવનની હાનિ માને છે, માટે આ પ્રદેશથી હવે પાછા ફરવામાં જ જીવનની સલામતી છે. કુમાર સાહસિક હતા. તેને કૌતુકે જેવાને અજબ શોખ લાગ્યું હતું એટલે એણે ભીલ મિત્રને કહ્યું કે- આપ ભલે ઝૂંપડીએ પધારો. હું તે અહીં રહી તેમની પિશાચલીલાનું દ્રશ્ય જોવા માગું છું.
અંધકારનું સામ્રાજ્ય વ્યાપક બનેલ હતું એવામાં થોડુંક આગળ જતાં કુંવરને એક દિશામાંથી દિવ્ય ધૂપની મીઠી સુગંધ આવવા લાગી. કુંવર તે તરફ વળ્યો. થોડેક જતાં એક અગ્નિકુંડ તેની નજરે પડ્યો જેની જવાળાઓમાંથી સુગંધી દ્રવ્યની સુવાસ આવી રહી હતી.
એક સાધક મંત્રવાદી તેની સન્મુખ બેસી મંત્રસાધનામાં લીન બનેલ હતા એવામાં એકાએક એક ચેટકદેવ અગ્નિકુંડ નજદીકમાં ભયંકર જવાળા વચ્ચે પ્રગટ થયો અને સાધક પ્રત્યે ગુસ્સે થતા બેલ્ય: સાધક, તેં આ મંત્રનું માહાસ્ય જાણ્યા વગર તેની સાધના કેમ કરી? જે કઈ સાધક મંત્રસાધનામાં ભૂલ કરે છે તો તેના પર મારે ગુરુસો અપરંપાર ઉતરે છે અને છેવટે તે વિનાશ પામે છે હું તારે હમણાં જ ભાગ લઉં છું કહી તે ચેટકદેવે સાધક પર પોતાનું અગ્નિજવાળા નામનું શસ્ત્ર ફેંકયું.
આ જાતનું દશ્ય જોતાં જ સુરસેનકુમારનું ક્ષાત્રતેજ ઉછળી આવ્યું. તેણે સાધકની રક્ષા કરવા માટે પોતાની કમરમાંથી ખળ ખેંચી કાઢી ચેટક દેવ તરફ દોટ મૂકી તેવામાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com