________________
વિભુ વર્ધમાન
(૧૧૫] તે આનાકાની કરે છે એ જાતની લોકવાયકા ચારે દિશાએ પ્રસરી ગઈ. આ પ્રમાણે સૂરસેન અને રત્નાવલિ બને જણ પૂર્વભાવિક સંબંધ મેગે વિગ દુ:ખ ભોગવી રહેલ છે.
દૈવિક સુગે આ પૂર્વભવના પ્રેમી યુગલને લગ્નયોગ ભવિતવ્યતાના ગે સંધાયે અને સુસેનકુમારના લગ્ન અતિ ધામધુમથી રત્નાવલી સાથે થયા. વૈભવી સુખ જોગવતા ઉભયદંપતિના થોડા દિવસે કઈ રીતે પસારથઈ ગયા તેની તેમને ખબર પણ ન રહી.
એક દિવસ રાજકુમાર સુરસેન એક દેવાંશી અશ્વ પર બેસી વનકીડાથે જઈ રહેલ હતો. તેવામાં કુદરતી સંજોગોમાં રાજકુમાર દૂર દૂર ગાઢ જંગલમાં જઈ ચઢ્યો અને માર્ગ ભૂલ્ય. રખડતાં રખડતાં દિવસનો મધ્યાહ્નકાળ થયે હતો. અધરાજ તેમજ કુમાર-બન્ને પ્રાણીઓને ભૂખ અને તૃષા સતાવી રહી હતી એટલે કુમાર જળાશય અને વનફળાદિની શોધમાં ચારેદિશાએ કરવા લાગ્ય, અશ્વ પણ અતિ પરિશ્રમિત થયું હતું. વધુ આગળ ચાલતાં ભરજંગલમાં અતિ પરિશ્રમિત થએલ અવે થબ દેતા-જમીન પર પિતાનું શરીર નાખી દીધું અને કુમાર તેની કંઈ પણ સારવાર કરે તેટલામાં તે કુમારની સામે દૃષ્ટિ રાખી, તે પ્રાણમુક્ત થયે. કુવારે અશ્વના મૃતદેહને પ્રણામ કરી સ્વજીવનના રક્ષણાર્થે આગળ પ્રયાણ કર્યું:
ભવિતવ્યતાને અજબ સંજોગ
આવા વિકટ પ્રસંગમાં ગભરાએલ અને વિëળ બનેલ કુંવરે નજદીકના એક વિશાળ વૃક્ષ નીચે આશ્રય લીધે.
ચેડા જ સમયમાં એક ધનુષ્યધારી ભિલ ત્યાંથી નીકળે એને જોતાં જ કુંવરે આતુરતાથી પૂછ્યું: “ભાઈ, આટલામાં કયાંય પાણી મળશે? તૃષાથી મારું જીવન અકળાઈ રહ્યું છે.” ' અરે ભાઈ, આ તે કાદંબરી વનને મધ્ય ભાગ છે. અજાણ્યા મુસાફરને અહીં પાણી કે માર્ગ મળે મુશ્કેલ છે. આ વનને હું સંપૂર્ણ ભૂમિ હવાથી ચાલે મારી સાથે, નજદીકમાં એક જળાશય બતાવું. આ પ્રમાણે કહી ભિલે ગીચ વનરાજીથી ગુંચવાએલ કેડીને માર્ગ લીધે. કુંવર પણ સાથે ચાલ્યું. અને માત્ર અર્ધા ફર્લાગ જેટલા અંતરે આવેલ, અતિ ગાઢ ઝાડીમાં ઢંકાએલ એક જળાશય પર બંને આવ્યા. કુંવરે સંતેષપૂર્વક જળપાન કર્યું. બાદ બિલ કુંવરને જળાશય નજદીક ઝાડીમાં આવેલી પોતાની ઝુંપડીએ લઈ ગયે, જ્યાં ઊંચકેટના અમૃત તુલ્ય સ્વાદિષ્ટ મીઠા ફળેથી તેનું સ્વાગત કરી તેની સુધા પણ શાન્ત કરી.
આ સમયે કુંવરે વિચાર્યું કે-આ ભિલે વિના સ્વાર્થ મારા જીવનનું રક્ષણ કર્યું છે. તેથી તેનો અવશ્ય આભાર માનવો જોઈએ અને એગ્ય સમયે તેને બદલે વાળી આપ જોઈએ. એમ વિચારી કુંવરે બિલ નાયકને કહ્યું: હે ઉપકારી બંધુ! હું શ્રીપુરના રાજવીનો પાટવી કુમાર છું. વનકીડાથે ફરતાં આ ભયંકર અટવીમાં સપડાઈ ગયો છું. મારા અવે પણ આ જ જંગલમાં તૃષાતુર સ્થિતિમાં તરફડાટપૂર્વક પ્રાણ પણ કર્યું છે. તમે મારું રક્ષણ કરી મને જીવિતદાન આપ્યું છે. તેની નિશાની તરીકે મારી આ જ મુદ્રિકા તમને આપું છું. તમે જ્યારે મારા નગરે પધારે ત્યારે આ મુદ્રિકા બતાવશે એટલે મહેલના રખેવાળે તમને માનપૂર્વક મારી પાસે લાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com