________________
[૧૧૪]
વિશ્વ યેતિ તે કાંઈ પણ ખુલાસો કરે ત્યાર પહેલાં તે અધીરી પ્રેમવશ બનેલ કનકવતીને ડાબા હાથના પંજે ચારુદત્તના હાથમાં આવે. અને શુભલગ્ન સાવધાનના મંત્રપચાર સાથે મનેજની સાક્ષીએ બન્નેના ગાંધર્વ લગ્ન કરી આપ્યા. બાદ ભગવતી પોતાના ઘરે ચાલી ગઈ.
એક સરખી વય અને સમાન દેખાવવાળા ચારુદત્તને શ્રીદત્ત માની કનકાવતીએ કહ્યું: હે નાથ ! આપ મારી સાથે અહીંથી અન્ય સ્થળે ચાલે, જ્યાં આપણે આપણું જીવન સંતેષથી વ્યતીત કરીએ.”
અંધારામાં માર્ગ કાપતા તેઓ એકાદ ગામની સીમે આવ્યા. જ્યાં પ્રાત કાળ થતાં બને અપરિચિત આત્માઓના દિલમાં બનેલ આ અદ્ભુત ઘટના પર આશ્ચર્ય વ્યાયું. કનકવતીને ફરજીઆત સ ષ માની ચારુદત્ત સાથે તેના ગામ જવું પડયું. જ્યાં એ બન્નેને નેહ જામ્યા અને તેઓ પ્રેમપૂર્વક રહેવા લાગ્યા.
બીજી બાજુ શ્રીદત્ત રાત્રિના બીજા પ્રહરે મંદિરે જતાં ત્યાં કોઈ પણ તેના જેવામાં ન આવ્યું એટલે પસ્તાતા દિલે તે મંદિરથી પાછો ફર્યો અને પિતાની ભૂલ માટે મહાન પશ્ચાત્તાપ કરવા લાગ્યું. ત્યાર પછી તેણે પિતાનું જીવન શાંતિથી પ્રભુભક્તિમાં વિતાવવા નિશ્ચય કર્યો અને જીવન નીતિના માર્ગે પસાર કર્યું..
ચારુદત્તના ઘેર આવેલ કનકાવતીથી ચારુદત્તનું સંસારી જીવન સુખી થયું. ચારુદત્તની પ્રથમ કજીયાખોર સ્ત્રીથી આ બંનેને સ્નેહ સહન ન થયે તેથી તે વિશેષ કજીયાળી બની. અંતે તેને તેના પીયર સદાને માટે મોકલી આપવામાં આવી અને કનકવતી અહીં સુખેથી રહેવા લાગી.
ચારુદત્તની પ્રથમ સ્ત્રીને કાઢી મુકાવવાથી કનકવતીએ આ ભવમાં ભેગાંતરાય કમ બાંધ્યું. કનકવતી મરણ પામી તિર્યંચ ગતિ પામી બીજી બાજુ શ્રીદત્તને નિરાશ કરવાથી ચારુદત્તે પણ ભેગાંતરાય કર્મ બાંધ્યું. ચારુદત્ત પણ તિર્યચપણાને પામ્યું. પછી અનેક ભવમાં ભમી તે ચારુદત્તને જીવ “હે રાજન! તમારે ત્યાં રાજકુમાર સૂરસેન તરીકે જન્મેલ છે.”
હવે તેના ભેગાંતરાય કર્મોને માટે સમૂહ ખપી ગયેલ છે. શેષકર્મ બાકી છે તે પણ ટૂંક સમયમાં ખપી જશે અને તેને તેના પૂર્વભવની પત્ની મળતા સંતોષ થશે. તેમજ તેનું મન ભેગવિલાસમાં મગ્ન થશે.
આ પ્રમાણે પિતાના વહાલા પાટવી પુત્રનું પૂર્વાવિક વૃત્તાંત સાંભળી, સંતેષ પામી રાજવીએ નગરીમાં પ્રવેશ કર્યો અને જ્ઞાની મુનિવરે ત્યાંથી વિહાર કર્યો.
કનકવતીના જીવે ભવભ્રમણ કરી કુસુમસ્થળ નગરના જિતશત્રુ રાજાને ત્યાં રાજકુંવરી તરીકે જન્મ લીધે જેનું નામ રત્નાવલી રાખવામાં આવ્યું. અનુક્રમે યૌવન પામવા છતાં રાજકન્યાના મનમાં વિવાહની જરા પણ ઈચ્છા થતી નથી તેના માટે અનેક રાજકુમારના માગા આવ્યા છતાં રાજકન્યાએ ખુલ્લું જણાવી દીધું કે-પિતાજી, હાલ તુરતને માટે મારા વિવાહની વાત મુલતવી રાખે. રાજકન્યાને લગ્ન કાળ વ્યતીત થતો હોવા છતાં લગ્ન માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com