________________
વિભુ વમાન
[ ૧૧૧ ]
ત્યાગમય ભાવનાથી ભરપૂર આત્મહિતકારી વ્યાખ્યાનના શ્રવણુષાદ મહાસેન રાજવીએ ગુરુદેવને પૂછ્યું, જ્ઞાની ગુરુદેવ! હું એ જાણવા માગું છું કે, મારા આ કુંવરને વિવાહ સબંધી વાત કેમ પસદ પડતી નથી ?
*
જ્ઞાની સૂરિજીએ જણાવ્યું કે-હે રાત્! આમાં રાજકુંવરના પૂર્વભવને વિયેગ અને સુખ દુઃખના કારણરૂપ ‘કર્માયા” છે. તારા આ રાજકુંવરના પૂર્વ ભવનુ' વૃત્તાંત અતિ મધદાયક અને માદક હોવાથી તેનું તું એકાગ્ર ચિત્તે શ્રવણુ કર.
પૂર્વભવમાં આ રાજકુમાર શખપુર નામે નગરમાં ચાદ્ધત્ત નામે રૂપસપન્ન વણિકપુત્ર હતે. કર્મ સ ંજોગે, એક દિવસ તેને પાતાની પત્ની સાથે ભયંકર કલહ થયા જેથી તેણે ક્રોધમાં પોતાની પત્નીને કહ્યું કે, તારા પર જલદીથી શોકય લાવું ત્યારે જ હું ખરે ! આ પ્રમાણે કહી ક્રોધી બનેલ ચારુદત્ત સુશીલ પત્નીની શોધમાં પોતાના મિત્રોસહ ગામેગામ ફરવા લાગ્યા, જેમાં ક્રતા ફરતા તે દક્ષિણ દેશન! કાંચીપુર નામે ગામમાં આવી પહોંચ્યા. ગામમાં પ્રવેશતાં જ તેને શુભ શુકન થતાં, તે પ્રપુલ્લિત હૃદયે પેાતાના એક સ્વજનને ત્યાં ગયા. જ્યાં તેને પોતાના આગમનનું કારણ દર્શાવ્યું. જે સાંભળતા તેણે કહ્યુ કે, હું વણિકપુત્ર! એક મ્યાનમાં બે તલવાર રાખવા જેવું આ અઘટિત કાર્યાં હોવાથી, અને તેમાં સમગ્ર જીવન મહાદુ:ખદ થતુ હાવાથી, આ જાતના અનિષ્ટ પરિણામકારી કર્માંથી હાથ ઉઠાવી લે.
સદાકાળ કાંઈ કુટુંબકલેશ એક સરખા રહેતા નથી તેમ એક હાથે કદાપિ કાળે તાળી પણ વાગતી નથી માટે મારું કહ્યું માનીને ઘેર જઈ પેાતાનો સ ંસાર સુધારી લે.
સબંધી હિતેચ્છુની સોનેરી શિખામણુ આ સમયે તેને વિષ સમ લાગી. ચારુદત્તે ખુલ્લા શબ્દમાં જણુાવ્યુ કે, મારે તો ગમે તે ભાગે ખીજા લગ્ન કરી પ્રથમ પત્નીનુ અભિમાન ઉતારવુ છે.
ઠીક છે. અમે તેમાં પ્રયત્ન કરી જોઇશુ કહી ચારુદત્તના સબંધીએ તેને આશ્વાસન આપ્યું. આવી જાતના વાર્તાલાપ પરથી ચારુદત્તે માન્યું કે-આ સંબધી મને કાંઇ મદદ કરે તેમ જણાતું નથી તેથી તેણે ત્યાંથી માનપૂર્વક વિદાય લઇ લીધી.
તે જ નગરમાં ગંગદત્ત નામે એક શેઠને નવતી નામે સુદર અને સુસ્વરૂપવાન ઉમર લાયક કન્યા હતી. એક દિવસ નકવતી સમાન વયની સખીએ સાથે બગીચામાં પુષ્પ ચૂંટી રહી છે તેવામાં, તેણે શ્રીદત્ત નામે એક વણિકપુત્રને દીઠો. અન્નેના નયનો મળ્યા, અને મદનપ્રહારે બન્ને જણ ઘવાયા. કનકવતી સખીઓ સાથે પરવશપણાની સ્થિતિએ ઘેર આવીને પથારીવશ મની. તેને વિષમ જવર લાગુ પડ્યો અને સ્થિતિ અસાધ્ય બની. વૈદ્ય હકીમ આદિના સચાટ ઇલાજો કરવા છતાં કનકવતીની પીડા ન શમતાં સુજ્ઞ અને વૃદ્ધોએ માની લીધુ કે, આ કન્યા કાઇની ઝપટમાં આવી છે; માટે તેના ઉત્તારનો પ્રશ્ન'ધ કરવા જોઇએ.
આ ગામમાં વસતી ભગવતી નામે એક પારિત્રાજિકા કે જે ભૂતપ્રેતાદિનો દોષાના તેમજ નજરાદિના ઉત્તારનું કામ કરતી હતી તેને ખેલાવવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com