SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] વિશ્વ જ્યોતિ પ્રભુના મંગળકારી દર્શનને અજ્ઞાત લુહારે અપશુકન અને અમંગળકારી માની લીધું. જડબુદ્ધિ લુહારને આ સમયે વિચાર પણ ન આવ્યો કે, આ હું શું કરી રહ્યો છું. તેણે એક માટે ઘણું હાથમાં લીધું અને ધ્યાનસ્થ પ્રભુના માથા પર મારવા દોડ્યો અને બન્ને હાથે ઉગામ્યું પણ ખરે ! પણ તેના શરીરની સર્વે શક્તિઓ વિદ્યુત વેગે હણાઈ ગઈ અને હાથને હથોડો પ્રભુના માથે પડવાને બદલે તેના જ પગ પર જોશથી પડ્યો. મારવા દોડેલ અવિચારી માનવી પોતાની જાતને જ આ પ્રમાણે મારી બેઠે. તેને સખત લાગ્યું અને તે ધબ દેતે જમીન પર ઢળી પડ્યો. આ સમયે પ્રભુ ધ્યાનમુક્ત થયા. તેવામાં ઇંદ્ર પ્રગટ થયા. તેમણે ભાવપૂર્વક પ્રભુને વંદન કર્યું અને પ્રભુને કહેવા લાગ્યા કે, “હે પ્રભુ! જેઓને જન્મ જગતના કલ્યાણાર્થે થએલ છે એવા વિદ્ધારક અને ષષ્કાય જીના રક્ષક આપના પર આવા ભયંકર સંકટ કેમ આવતા હશે? મને તે સંબંધી બહુ જ આશ્ચર્ય થાય છે. હે પ્રભુ! જેના દર્શન માત્રથી આત્માનું કલ્યાણ અને આનંદ થાય તેના તરફ આવા લેકે વક દ્રષ્ટિથી કેમ જોતા હશે? અમૃતને લેક વિષ કેમ સમજતા હશે ?” પ્રભુએ કહ્યું. “હે ઇંદ્ર! એ પૂર્વે કરેલા કર્મનું ફળ છે તે ભગવ્યા વિના છૂટકો થતે જ નથી. પિતાના કરેલા સારા કે નરસા કર્મોનું ફળ જાને મળે છે, જેમાં કર્મ ખપાવ્યા વિના કેઈનું કલ્યાણ કદી પણ થવાનું નથી.' આ પ્રમાણે પ્રભુના મુખથી “કર્મ અને તેના ફળ” અંગે સ તેષકારક ખુલાસો મેળવી, પ્રભુને વંદન કરી ઈંદ્ર સ્વસ્થાને ગયા. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગ્રામાકર નગર તરફ પધાર્યા. ગ્રામાકર સંનિવેશમાં બિભેલક યક્ષને વાસ હતે. તે પૂર્વભવે સમકિત પામેલ હોવાથી પ્રભુને ધ્યાનસ્થ જેઈ અતિ પ્રમુદિત થયો અને હર્ષપૂર્વક તેણે પરમાત્માની પૂજા-ભક્તિ કરી. આ બિભેલક યક્ષ પૂર્વભવમાં કોણ હતું અને તેને કેવી રીતે સમકિતની પ્રાપ્તિ થઈ તે સંબંધી વૃતાંત નીચે પ્રમાણે છે – બિભેલક યક્ષનું વૃત્તાંત મગધ સામ્રાજ્યમાં શ્રીપુર નામના ગામમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતો હતું, જેને શ્રી નામની રાણી હતી. તેમને શૂરસેન નામે રાજકુંવર હતું. આ સૌંદર્યવાન રાજકુમાર યુવાવસ્થાએ પહોંચવા છતાં સાંસારિક મેહવિલાસમાં મગ્ન થવાને બદલે પ્રાત:કાળે વહેલે જાગૃત થઈ તે પિતાનું જીવન આત્મિક ગધ્યાન વગેરેમાં વ્યતીત કરતે. આથી રાજારાણુને ફિકર થઈ કે રખે આ કુમાર મુનિ પણું અંગીકાર કરે! એક વખત શ્રી પુરનગરના ઉપવનમાં સૂરપ્રભ નામે એક જ્ઞાની જૈનાચાર્ય પધાર્યા. તેમના દર્શને મહાસેના રાજવી રાજકુમાર તેમજ નગરજનો સહ પધાર્યા. જ્ઞાની મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી વ્યાખ્યાન શ્રવણર્થે રાજકુમાર સહ રાજવી ગ્ય આસને બેઠા અને અધિકારી અને અન્ય પ્રજાગણે યેગ્ય સ્થાને બેઠક લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy