________________
વિભુ વર્ધમાન
[ ૧૮ ] સાંભળ્યું હતું કે, રાજ તરફથી ગુપ્ત વેશે અમારી શોધમાં જાસુસો (ગુપ્તચરે) તપાસ માટે રવાના કરાયા છે, તેની આજે અમને ખાતરી થાય છે. શું તમારે લૂંટારુ ટોળીની તપાસ જોઈએ છે ? જુવે, અમે તમારી સન્મુખ હાજર છીએ; ચાલ પકડાવો અમને? આટલા શબ્દો બોલતામાં તે લૂંટારુના સરદારે ઉશ્કેરાઈને ગોશાલકને જેશબંધ ફટકા ને મુશ્કેટોટ બાંધ્યે. અને એક ટેકરી પરથી એવી રીતે ગબડાવી દેવાને વિચાર કર્યો કે, જ્યાં નીચેના ભાગમાં પડતાં તેના હાડકાના ઝીણા ઝીણા ચૂરા થાય ને નામનિશાન પણ ન રહે
પ્રભુથી જુદા પડવા માટે આ સમયે ગોશાલકને અત્યંત પશ્ચાત્તાપ થયે. તેણે વિચાર્યું કે-જે માર્ગમાં દયાળુ પ્રભુને ભેટે થાય તે તુરત જ તેમના શરણે જઈ ભૂલની માફી માગી તેમની સેવામાં પાછો રહું.
સમય અતિ કટેકટીને હતું. આ સમયે ગોશાલકે દીનતાભરી વાણીથી તેમને કહ્યું:ભાઈ ! ન તો હું ગુપ્તચર છું, ન તો હું કઈ ભેદી અમલદાર છું. હું તે સિદ્ધાર્થ રાજાના તપસ્વી પુત્ર ભગવાન મહાવીરને શિષ્ય ગોશાલક નામે મુનિ છું. કૂપિકાથી અમે ગુરુશિષ્ય વૈશાલી સાથે જઈ રહ્યા હતા જેમાં માગે મને એકલ વિહારને ઉમંગ થઈ આવ્યું. અને હું અવિચારીપણુથી પ્રભુથી માર્ગનાં સંગમ આગળથી જુદો પડયો. ગાઢ જંગલમાં આવતા આપના સ્વાગતનો આ પ્રમાણે લાભ મલ્યો. ભાઈઓ ! આપના શ્રમ અને શંકાને હું નાહકનો ભોગ બન્યો છું. કૃપા કરી મને અભયદાન આપે. પ્રભુ આપનું કલ્યાણ કરશે ! ગૌશાલકના કરુણાજનક શબ્દ પર તેમને દયા આવતાં તેને બંધનમુક્ત કર્યો. સમય મધ્યાહ્નનો થવાથી તેઓ ત્યાં વાપરવા બેઠા, જેમાંથી ગોશાલકને ભક્તિ ભેજનને લાભ મ.
અહીં કાંઈક શાંતિ મેળવી ગોશાલક તેમની સાથે જંગલના બહાર રાજમાર્ગ આવ્યે. બીજી બાજુ પ્રભુ અનુક્રમે વિહાર કરતા વૈશાલી પહોંચ્યા, જ્યાં એક લુહારના પડતર કારખાનામાં યોગ્ય સ્થાને ભૂમિ પ્રમાજી ધ્યાનસ્થ બન્યા.
પૂર્ણ રાજવૈભવમાં પિતાનું જીવન વ્યતીત કરનાર તપસ્વી રાજકુમાર પ્રભુને કર્મનિર્જરાર્થે આ સમયે એવા સ્થાનની આવશ્યક્તા રહેતી કે જ્યાં રહી, તેઓ કર્મનિર્જરા કરી શકે. અને જ્ઞાની આધ્યાત્મિક પ્રભુ માટે બનતું પણ તેમજ તેઓ જે જે સ્થાને ધ્યાનસ્થ બનતાં તે તે સ્થાને તેમને કર્મનિર્જરાર્થે સહાયક બનતા. જ્યાં સરલતાથી સમતાપૂર્વક પિતે નિર્જરા કરી શકતા. આનું નામ તે પ્રભુપદની મહત્તા. આ લુહારના કારખાનાવાળી અવાવરુ જગ્યા તેમના માટે ઉપકારી બની.
વાત એમ હતી કે-તે કારખાનાનો માલીક લુહાર લગભગ છ મહિનાથી બિમાર હતે જેથી કારખાનામાં જઈ શકતે નહિ. પ્રભુને સ્થિરતા કર્યાને બીજે જ દિવસ હતે. આ દિવસે લુહારને થયું કે ઘણા દિવસથી હું કારખાને ગયો નથી તો લાવ ફેરો મારી આવું, કારણ હવે મારી તબીયત સુધરતી રહી છે. આમ વિચારી તે લુહાર કારખાનામાં આવ્યું. કારખાનામાં પ્રવેશતા જ તેને માત્ર લંગટધારી ધ્યાનસ્થ પ્રભુના દર્શન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com