________________
[૧૦૮]
વિશ્વતિ
પ્રકરણ છઠું
છઠું ચાતુર્માસ ભગવાન કદલીસમાગમથી જંબુ ખંડ અને ત્યાંથી તાલાક (નંખાય) ગામે આવ્યા. ત્યાં એ દિવસોમાં પાર્થાપત્ય નંદિષેણુ સ્થવિર વિચરી રહ્યા હતા. ગોશાલક સાથે તેમને મેળાપ છે. અહીં બન્ને વચ્ચે વાદ થયે.
તાલાકથી ભગવાન કૃપિક સમિપ પધાર્યા જ્યાં તેઓને ગુપ્તચર સમજી રાજ્યાધિકારીઓએ પકડી હેરાનગતિમાં મૂકી દીધા. આ ગામના પરિવાજિક આશ્રમમાં રહેતી પ્રગભા અને વિજયા નામે બે પારિવાજિકાઓને તેમની માહિતી મળતાં તેઓ તુરત જ ત્યાં ગઈ. અધિકારીએને પ્રભુને પરિચય આપતા કહ્યું: શું તમે સિદ્ધાર્થ રાજાના પુત્ર તપસ્વી પ્રભુ મહાવીરને નથી ઓળખતા? જે આ વાતની ઇંદ્રને જાણ થઈ તમારી શું દશા થશે?
રાજ્યાધિકારીઓને પિતાની અજ્ઞાનજન્ય ભૂલ માટે પશ્ચાત્તાપ થયે. ભગવાન પાસે તેમણે માફી માગી. દયામૂર્તિ ભગવાન મહાવીરે મોનપણે તેને સ્વીકાર કર્યો.
પ્રભુએ કૂપિકા સન્નિવેશથી વૈશાલી તરફ ગોશાલક સહિત વિહાર કર્યો. માર્ગમાં વૈશાલી અને રાજગૃહી નગરને સંગમ-માર્ગ આવતાં ગોશાલકે પ્રભુને કહ્યું: “હે પ્રભુ! આપની સાથે વિચરતા મને ખાવાપીવામાં મુશ્કેલી પડે છે તેમ જ અનેક ઠેકાણે માર પણ ખાવું પડે છે, જે મારાથી સહન થઈ શકતો નથી, તેથી હવે હું એકલે વિચરવા માગું છું.”
આ સમયે પ્રભુ શાંત રહ્યા અને પિને વૈશાલીના માર્ગે વલ્યા અને ગોશાલક રાજગૃહીના માર્ગે ચાલ્યા.
કૂપિકા સન્નિવેશથી રાજગૃહી જતાં માર્ગમાં અતિ હિંસક પ્રાણીઓ તેમજ ચેર અગર લૂંટારાથી ભયભીત ગણાતું ગાઢ જંગલ આવતું હતું, જેમાંથી પસાર થનારા વટેમાર્ગમુસાફરો માટે ભેમિયાની ખાસ આવશ્યકતા રહેતી હતી. - આ ગાઢ જંગલમાં પ્રવેશેલ ગોશાલકે ધાર્યું હતું કે, માર્ગમાં મુસાફરોને સાથ થઈ જશે અને શાંતિપૂર્વક રાજગૃહી પહોંચી શકાશે. જંગલના મધ્યભાગમાં આવતા તે તેને અનેક હિંસક પ્રાણીઓથી મહામુશીબતે પિતાના જીવનને બચાવી, સામનો કરી આગળ વધવું પડયું હતું. આ ગાઢ નિર્જન જંગલમાં ચોરોની એક ટોળી અડ્ડો જમાવીને રહેલ હતી. જેની નજરે એકલદોકલ મુસાફર દેખાય કે તેઓ લૂંટી લેતા. આ ટેળીને કોઈક ચર પુરુષ એક ઊંચા ઝાડની ડાળીએ ચડી જંગલમાં પ્રવેશતા મુસાફરોને દૂર દૂરથી જોઈ શકતા અને સાવધતાથી તેને ઘેરી લઈ લૂંટી લેતા. આ સમયે તેમની નજરે દૂરથી યતીશી (સાધુ) ગોશાલક દેખા. ગોશાલક તે ઝાડ નીચે આવતાં જ તેમના સરદારે તેમનું સ્વાગત કરતાં કહ્યું: “પધારે ભાઈ! અમે તમારી જ કયારની રાહ જોઈ રહ્યા છીએ. અમોએ ઘણા દિવસથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com