________________
[૧૧૨]
વિશ્વતિ જમાનાની ખાધેલ આ ચાલાક પરિત્રાજિકાએ કનકવતીને બારીકાઈથી તપાસી ખાતરી કરી લીધી કે આમાં યુવાન કન્યાના હૃદયના મુંઝારાનું મૂળ સમજાય છે. તેણે સર્વને કહ્યું. કે-મને કનકવતી પાસે એકાંતે થોડોક સમય રહેવા દે, તે તેની પીડા દૂર કરવાના માર્ગની મને સમજ પડે. આ કન્યા કોઈની દ્રષ્ટિની છાયામાં આવી હોય તેમ લાગે છે.
લાગવતીના કહેવાથી કુટુંબીજનો દૂર ખસી ગયા. પછી ભગવતીએ કનકવતીના માથા પર વાત્સલ્યતાથી હાથ ફેરવતા કહ્યું: “બેટા! તું કોઈ નવયુવાનના પ્રેમબાણે ઘાયલ થઈ હોય એમ જણાય છે. જેથી મારા પર માતા તુલ્ય વિશ્વાસ રાખી તું તારી બનેલ ઘટના કહી બતાવ. જેથી તારા ઈચ્છિત પ્રેમી સાથે તેને મેળવી આપું.
બેટા ! અમારે તે આ જ જાતનો પરોપકારી ધંધે છે. તેમાં મેં આવા અનેકના સંધાન કરી આપી તેમના સંસાર સુધાર્યા છે તે મને નિ:સંકોચપણે કહે કે તું કયા મનગમતા પ્રેમી પુરુષના નયન-બાણથી વીંધાઈને હરિણીની માફક તરફડે છે ?
પિતાના વલોવાતા હદયમાં આમ અમૃતના સિંચનરૂપ શાંત ને આશ્વાસનમય શબ્દો સાંભળતાં કનકવતીએ દુખાતા દિલે કહ્યું: હે પૂજ્ય! ગઈ કાલે હું બગીચામાં પુષે ચુંટવા ગઈ હતી ત્યાં શ્રીદત્તને અચાનક મેળાપ થયો અને તેના પ્રત્યે હું આકર્ષાઈ. પરિણામે મારી આ સ્થિતિ થઈ છે; માટે કોઈ પણ પ્રકારે તેને મારી સાથે મેળાપ કરાવી આપે.
અહો ! એમાં તે શું? તારા હૃદયની શાંતિ કરવી તે મારી પ્રથમ ફરજ છે, કોઈ પણ પ્રકારે હું તને શ્રીદત્તનો મેળાપ કરાવી આપીશ. આ પ્રમાણે આશ્વાસન આપી પરિવ્રાજિકા ચાલી ગઈ. હૃદય-તાપ શાંત થતાં કનકવતી પણ સ્વસ્થ થઈ ઘરકામમાં લાગી. તેના કુટુંબી જનો પણ આનંદ પામ્યા.
બીજી બાજુ શ્રીદત્તની પણ કનક્વતીના જેવી જ સ્થિતિ થઈ હતી. તેને ચિત્તભ્રમ જેવું થયું અને તે પણ પરવશ બની ગયે.
આ પ્રમાણે વણિકપુત્રની પરવશ સ્થિતિ નીહાળતાં તેના માતાપિતા ચિંતામાં પડ્યા. તેના ઉપાય માટે તે જ ભગવતી પરિવ્રાજિકાને પિતાને ત્યાં તેડી લાવવા સેવક મેકલ્ય. આ સમયે કાગનું બેસવું અને તાડનું પડવું-એ કીસ્સે બચે. ખરેખર આ જ સમયે ભગવતી કનકવતીને ત્યાંથી શ્રીદત્તને મેળવી આપવાનું આશ્વાસન આપી ઘેર આવી હતી તેને પણ સોનેરી તક સાંપડી.
શ્રીદને ઘેર તે આવી. મહાન જાદુગરનો અને જતિષીને 3ળ ઘાલી સહુને જણાવ્યું કે–શ્રીદત્તના ચિત્તભ્રમનું કારણ જ્ઞાનબળે મને સમજવા મળ્યું છે માટે મને થોડીક એકાંત આપ તે તેને હમણાં જ ચમત્કારી દૈવી ઉપાદ્વારા શાંત કરી દઉં.
ભગવતીના સૂચન મુજબ ભગવતીને એકાંત મળતાં જ તેણે શ્રીદત્તને જણાવ્યું: બુદ્ધિશાળી વણિકપુત્ર ! આ રીતે મન પરનો કાબૂ ગુમાવવાથી શું તને એકાએક કનકવતી મળવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com