________________
[૧૦૬ ]
વિશ્વતિ આ દિવસે કાલહસ્તિ પિતાની ટોળી સાથે અન્ય ગામે ધાડ પાડવા જઈ રહ્યો હતે. તેણે બને તપસ્વીઓને જોઈ પૂછ્યું: “તમે કોણ છો?”
પ્રભુની માફક કર્મ નિર્જરાર્થે શારીરિક કષ્ટ સહન કરવામાં ગોશાલક પણ હવે તે દઢ બનેલ હતું. તેણે પણ ધ્યાનસ્થ પ્રભુની માફક મૌન ધારણ કર્યું ને કંઈ પ્રત્યુત્તર ન આપે; જેથી કાલહસ્તિને આ લોકે ચેર હોવાની શંકા પડી. કાલહસ્તિ જે ધાડ પાડવામાં પાવર હતો છતાં તેના આત્મામાં સંસ્કારિતાને વાસ હતે તેણે આ સમયે વિચાર્યું કે આ બને સાધુઓને ન્યાય માટે રાજસભામાં મેઘ પાસે મોકલી આપું. મારે ભાઈ તેને જરૂર ન્યાય કરશે. કાલહસ્તિઓ મૌન ધારી બને જણને રખેવાળ સાથે મેઘ પાસે મોકલી આપ્યા.
રાજદરબારે પહોંચેલ તપસ્વી પ્રભુ મહાવીરને જોતાં જ મેઘે સિદ્ધાર્થ રાજવીના તપસ્વી કુમાર મહાવીર તરીકે ઓળખી લીધા. તેમના તપસ્વી જીવનને ધન્યવાદ આપતે તે તેમના ચરણોમાં નમી પડ્યો અને પોતાના ભાઈની થએલ ગંભીર ભૂલ માટે તેમની ક્ષમા માગી લીધી.
રાજસભામાંથી બહાર નીકળ્યા પછી પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જાણી લીધું કે, અનંતા જન્મના નિકાચિત કર્મ ખપાવવા માટે અન્યની સહાયતાની ખાસ આવશ્યકતા પડવાની છે. અહીં સૂત્રકારે જણાવે છે કે, જેવી રીતે ખેતરમાં પાકેલું ધાન્ય લણવામાં પણ અન્યની સહાયતાની જરૂરિયાત રહે છે તે મુજબ પ્રભુને પિતાના અનન્તા જન્મનાં ચિકણાં કર્મના નિરાર્થે અન્યની સહાયતાની આવશ્યકતા સમજાઈ. તેઓએ પોતાના આત્માને વાસમ લખંડી માની લઈ શ્લેષ્ઠ ભૂમિ વિહાર કર્યો.
આ સમયે ગોશાલક પણ પ્રભુને સાથીદાર તે હતો જ. ગુરુ અને શિષ્ય બને જણ જોતજોતામાં મ્યુચ્છ વ્યાપ્ત એવા લોટ ઊર્ફે રાઢ દેશમાં પધાર્યા.
આ પ્રદેશ હાલના મુર્શીદાબાદની આસપાસનો ગણાય છે. આચારાંગ સૂત્રમાં આ ભૂમિને લાટ અને વજ ભૂમિ એવા નામથી સંબોધી છે. છ રાઠભૂમિમાં પ્રભુ મહાવીર
આ ભૂમિના લોકોએ પ્રભુ મહાવીરને મેલાઘેલા દેહવાળા, વિખરાએલ વાળવાળા વિચિત્ર સ્વરૂપે જોતાં જ તેમના તરફ તિરસ્કારની દ્રષ્ટિએ જોતાં. ઘણા લેક તેમને અસભ્ય વચનેથી ધૂતકારી બોલાવતા, અનેક અજ્ઞાનીએ તો મુઠીઓથી મારતા. અને તેમને ભૂતાવળના ભાઈ માની લઈ તેમની પાછળ કુતુહલતાથી કૂતરાઓ દેડાવતા અને તેઓ પિતાના જાતિસ્વભાવ પ્રમાણે પ્રભુ પર ભસતાભસતા ધસી જઈ અનેક વખત ખીજાઈ બાચકા પણ ભરી જતા, જેથી પ્રભુના શરીરમાંથી રુધિરધારાઓ વહેતી ને ઉઝરડા પડતા.
આ પ્રમાણે આ ભૂમિના વિહારમાં પ્રભુએ અનનતા જન્મનાં અનેક પ્રકારના નિકાચિત કર્મોની નિજર ઉગ્ર ધ્યાનથી કરી. ઉપદ્રવ કરનારાઓને સહાયક તરીકે આભાર માનતા પ્રભુ અને ગશાલક આ ભૂમિની સરહદને વટાવી બહાર નીકળ્યા. જેથી ગોશાલકે છૂટકારાને દમ ખેંચે પણ પ્રભુના જ્ઞાની આત્મામાં તેને આનંદ અવર્ણનીય હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com