________________
વિભુ વધમાન
[૧૯૫] સાથીદાર બનેલ સિદ્ધાર્થ યક્ષરાજે એક અદ્ભુત એ ચમત્કાર બતાવ્યું કે, બલદેવની પ્રતિમાના હાથમાં જ્યાં માળા હતી ત્યાં તેના સ્થળે હળ વિસ્તાર્યું ને તેને હળ હાંકતા દર્શાવ્યા. આ જાતના ચમત્કારથી ગામલેકેને જણાયું કે-આ વ્યક્તિ મહાન પુરુષ છે અને તેમને શિષ્ય પણ જરૂર જ્ઞાની અને તપસ્વી છે જેથી તેમને કરેલ ઉપદ્રની માફી માગવી. તેમને સતાવવામાં સાર નથી. સંત, ભગત, ફકીર એ બધાય પ્રભુના સંદેશવાહક છે જેથી તેમને દુભાવવાથી જ રૂ૨ ગ્રામ્ય જનતા પર દુ:ખદ પ્રસંગો આવી પડે છે. આ પ્રકારને ચમત્કાર જ સૂચવે છે કે, જરૂર આ તપસ્વી પુરુષ મહાત્મા છે. આ પ્રમાણે વિચારી સર્વ ગ્રામ્ય જનતાએ પ્રભુના ચરણે નમન કર્યું અને પોતાના દુકૃત્યની માફી માગી. પરિણામે તક્ષણે જ સિદ્ધાર્થે પોતાની દેવીલીલાને સંહરી લીધી. આંખના પલકારામાં મૂર્તિના હાથમાંનું હળ અદ્રશ્ય બન્યું અને પ્રતિમા પિતાની પૂર્વોક્ત સ્થિતિમાં હતી તેમ જ એટલે કે માળા સહિત દેખાઈ. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગોશાલક સાથે ચેરાક નામના સન્નિવેશમાં પધાર્યા.
મધ્યાહને સમય નમતા ગોશાલકને સુધા વ્યાપવાથી તેણે પ્રભુને કહ્યું-ભગવાના ગોચરીનો સમય થઈ ગયો છે. જવાબમાં પ્રભુએ કહ્યું: હજુ ઘણી વાર છે. છતાં તેનાથી ભૂખ સહન ન થતાં તે એકલે જ ગોચરી અર્થે ગામમાં ગયે. ત્યાં એક સગૃહસ્થને ત્યાં મીણ ભેજન તૈયાર થઈ રહ્યું હતું ને જમણ માટે હજુ સમય બાકી હતું જેથી તેણે ધાર્યું કેજે આ વખતે હું દરવાજા પર જઈ ઊભું રહીશ તે તેઓ કહેશે કે-“મહારાજ, ભજન તૈયાર નથી” ને મારે પાછા ફરવું પડશે જેથી તેણે મનથી મનસૂબે કર્યો કે-હું આ મકાનની આડમાં એક ખૂણે ભેજન તૈયાર થાય ત્યાં સુધી ઊભો રહું અને સર્વે જમવા બેસે તે જ અવસરે “ભિક્ષાર્થે” પ્રગટ થાઉં. આ પ્રમાણે વિચાર કરી તે મકાનના એકાંત ખૂણામાં લપાઈ ભેજન તૈયાર થઈ ગયું કે નહીં તેમ જ લેકે જમવા બેઠા કે નહીં તેની વારંવાર તપાસ કરવા લાગ્યા.
મકાનના એકાંત ખૂણામાંથી વારંવાર ભજનગૃહ તરફ નિહાળી જતાં ગોશાલકને મકાન માલી કે ચોર અગર લૂંટારો ધારી, પકડી માર મારવા તૈયાર થયા. તેની ઝડતી લેતાં જોળીમાંથી માત્ર ભિક્ષાપાત્ર સિવાય કાંઈ જ ન મળતા તેને ગાડે ધારી છોડી મૂક્યો.
આથી ખેદ પામેલ ક્ષુધાતુર શાળકે ધાર્યું કે-પરમાત્માની વાણીમાં પ્રમાણભૂત તત્ત અને સત્યતા રહેલ છે. જેનું ઉલ્લંઘન કરતા જરૂર તેનું પરિણામ વિપરીત જ આવે છે તો હવે પછી તેમના સૂચન પ્રમાણે જ વર્તવામાં લાભ છે. આ પ્રમાણે માનસિક નિશ્ચય કરી તે પ્રભુ પાસે નિસ્તેજ બની પાછા આવ્યા. પછી પ્રભુ તેમ જ ગોશાળકે ત્યાંથી વિહાર કર્યો અને તેઓએ કલંબુકા નામના સન્નિવેશમાં પ્રવેશ કર્યો
કલબુકા ગ્રામના મેઘ અને કાલહતિ નામે બે ભાઈઓ અધિકારી હતાં જેમાંથી કાલહસ્તિનો વ્યવસાય ધાડ પાડવાનું હતું. ત્યારે તેને મોટા ભાઈ મેઘ રાજસત્તા ભગવતે.
પ્રભુ અને ગોશાલક આ ગામની સીમમાં આવી ગ્ય નિર્દોષ સ્થાને ભૂમિ પ્રમાજિત કરીને ધ્યાનારૂઢ થયા. ગોશાલક શાંતિથી તેમની પાસે બેસી રહ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com