________________
[ ૧૦૪]
વિશ્વયોતિ બીજે દિવસે સવારના સૂર્યોદય થતાં પ્રભુએ ધ્યાનમુક્ત થઈ ગશાલા સહિત ત્યાંથી આગળ વિહાર કર્યો, અને શ્રાવસ્તીનગરે પહોંચ્યા. ત્યાં નગરના સીમાપ્રદેશમાં દેષ રહિત સ્થાને ધ્યાનસ્થ બન્યા. અહીં થોડા દિવસની સ્થિરતા કરી પ્રભુ હલદ્રત (હર) ગામે પધાર્યા. હલકુત ગામની બહાર હરિદ્ર નામનું અતિ પ્રખ્યાત, પ્રાચીન તેમજ અતિ વિશાળ એક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે પરમાત્માએ તેમજ શાલકે રાત્રિની સ્થિરતા કરી અને પ્રભુ ધ્યાનસ્થ બન્યા. અનેક મુસાફર પણ આ વૃક્ષ નીચે રાત્રિવાસ કરી બીજે દિવસે પ્રભાતે આગળ જતા હતા. તે મુજબ અન્ય મુસાફરે બીજે દિવસે પ્રભાતે ત્યાંથી ચાલ્યા ગયા હતા. માત્ર ગોશાલક અને પ્રભુ બંને જણે જ ત્યાં રહ્યાં હતા તેવામાં એક અતિ દુર્ઘટ ઘટના બની.
મુસાફરે એ ઠંડી ઉડાડવા માટે રાત્રે તાપણું સળગાવી હતી તે અગ્નિ પવનના સખ્ત ઝપાટાઓના કારણે આગળ વધી જે જગ્યાએ ભગવાન ધ્યાનારૂઢ થયા હતા ત્યાં વૃક્ષના પાંદડાંઓને મોટી સંચય થયા હતા જેથી આગ આગળ વધતી વધતી ત્યાં સુધી આવી પહોંચી. ગોશાલકે અગ્નિને આગળ વધતી જોઈ પ્રભુને કહ્યું કે–હે દેવાય! ભાગે ! ભાગે ! પણ પ્રભુ મહાવીરે તે કર્મનિર્જરાર્થે દેહની મમતા સરાવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી. શું તેઓ કર્મવશ બની આ સમયે નાસી છૂટે ખરા? કદાપિ જ નહિ !
માઝા મૂકેલા અગ્નિ જ્વાળાઓ જેમના માટે કર્મ કસોટીરૂપ બનેલ છે એવા અનંતજ્ઞાની પ્રભુ તે ત્યાં જ વધુ સુદ્રઢ ધ્યાનસ્થ બન્યા. આગની જ્વાળાઓ, સમુદ્રમાં ભરતી આવે અને જેમ જળને વેગ વધે તેમ તેમ વૃદ્ધિ પામતી ચાલી અને વધતી વધતી પરમાત્માના પાદપીઠ સુધી આવી પહોંચી. પરિણામે તેમના બન્ને પગે દાઝી ગયા.
આ પ્રસંગની મહત્તા સમજાવતા સૂત્રકારે જણાવે છે કે-ધ્યાનમાં મગ્ન રહેલ પ્રભુના શરીરને અગ્નિ વાળાઓ સ્પર્શવા લાગી, છતાં તે જાણે શીતળ જળના તરંગે ન હોય તેમ માની આ પરિસહ સહન કરી, પ્રભુ ધ્યાનારૂઢ રહ્યા. આવું દુ:ખ પડે છતાં ડગે નહિં તેનું નામ જ ધ્યાનમગ્ન આમા કહેવાય.
ગોશાલક તે આ ઉપદ્રવ સહન ન કરી શકવાથી દૂર ભાગી ગયો હતે. તે અગ્નિ શાંત થતાં પાછે પરમાત્મા પાસે આવ્યો.
તે જ દિવસે બપોરના પરમાત્માએ ત્યાંથી વિહાર કર્યો અને મંગળ નામના ગામમાં પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં કાસર્ગમાં લીન બન્યા. આ સ્થળે પણ ગોશાલકે પોતાના દુર્વર્તનને પરિણામે લોકોને માર ખાધે.
પ્રભુએ ત્યાંથી કાઉસગ પારી ગોશાલક સહિત આવર્ત નામના ગામ બહાર બળદેવના મંદિરમાં પ્રતિમાવત્ સ્થિરતા ધારણ કરી ધ્યાનમગ્ન બન્યા.
આ દેવમંદિરમાં પણ ગોશાલકના અટકચાળીયા કૃત્યેના યોગે પિતાને તેમ જ પ્રભુને હેરાનગતિમાં મુકાવાને સમય ઉપસ્થિત થયે. આ સમયે પ્રભુની રક્ષાથે ઈંદ્રની આજ્ઞાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com