________________
[ ૧૦૨]
વિશ્વજ્યાતિ
આજ્ઞા કરી કે- જીવાન સાધુને તે પહેલાં દોરડાથી બાંધે અને કૂવામાં ઉતારી તેને અદ્ધર એવી રીતે રાખેા કે, કષ્ટથી હેરાન-પરેશાન થઈ જઈ પેાતાની સાચી હકીકત જણાવે.
*
કાટવાળની આજ્ઞાનેા તુરત જ અમલ થયે ને ગેાશાલકને મુશ્કેટાટ બાંધી કૂવાની મધ્યમાં એવી રીતે ટાંગી દીધા કે, જાણે દોરડાથી બધાએલ ભરેલ પાણીને ઘડો અધવચે લટકી ઝોલાં ન ખાતા હાય !
પછી તેઓ ધ્યાનસ્થ પ્રભુ પાસે આવ્યા. અને તેમને સ ંખેાધી કહ્યું કે, ‘હૈ તપસ્વી વેશધારી ગુપ્તચર ! તારા ચાલાકીભર્યા વેશથી અમે ભરમાવાના નથી. આ યુવાન સાથીદાર કરતાં પણ તારા વધુ ખૂરા હાલ થવા જોઇએ. શુ તમને અમારા દેશની માહિતી જોઇએ છે?' આવા આક્રોશયુક્ત વચના મેલી કેટવાલની ટાળીએ અતિ સખત રીતે પ્રભુને મુશ્કેટાટ બાંધી, પાણીના ઘડાની માફક કૂવામાં નીચે ઉતારે અને ઉપર લાવે અને તેમનું અટ્ટહાસ્ય કર્યા કરે.
આ સમયે પ્રભુના તેમજ ગેાશાલકના પૂરતા બેહાલ થઇ રહ્યા હતા. ક-નિજ રાર્થે આ ઉપસર્ગ આત્મહિતકારક માની આ પ્રકારના ઉપસર્ગ સહન કરવામાં પરમાત્માએ આત્મિક આનંદ માન્યા અને ગોશાલકે પણ તેમાં પેાતાના કર્મીની નિર્દેશ માની અદ્ભૂત સહનશક્તિની પ્રભુને ખાતરી કરી આપી.
આ સમયે ચેરાક ગામની સીમમાં કૂવા નજદીકથી જઇ રહેલ સમા અને જયંતી નામે બે પરિવ્રાજિકાએ આ દ્રશ્ય નજરે ોઇ અત્યંત કકળતા હૃદયે ખાલી ઉઠી કે: અરે! આ તે સિદ્ધાર્થ રાજાના પુત્ર ઉગ્રતપસ્વી જગંદ્ય પ્રભુ મહાવીર છે. તે દેવાને પણ પૂજનીક છે. એવા પ્રભુને હૈ દુષ્ટો! તમેા કેમ મહાકષ્ટ આપી રહ્યા છે. ?
તેમના આવા ઉદ્ગારા સાંભળી અને આ પ્રમાણેની એળખાણુ સાધ્વીએ માતે મળતાં એ લેાકેા ગભરાઈ ગયા ને તુરત પ્રભુ તેમ જ ગોશાલકને બંધનમુક્ત કર્યા તેમ જ ભાવપૂર્વ ક વંદન કરી તેમની ક્ષમા માગી. અને સાધ્વીએ પણ પરમાત્માને ભક્તિપૂર્ણાંક વંદન કરી સ્વસ્થાને ગઈ.
પ્રભુએ ચારાકથી ધૃષ્ટચંપા તરફ વિહાર કર્યો અને ચૈથું ચાતુર્માસ ત્યાં વ્યતીત કર્યું.
આ ચાતુર્માસમાં લગુડાસન, વીરાસનમાં સતત ધ્યાન ધરતાં પરમાત્માએ ચાતુર્માસિક તપ કર્યું. છેલ્લે દિવસે પારણું કરી કૃતાંગલ સનિવેશ તરફ વિહાર કર્યાં.
*સામા અને જયતિ એ તે પૂર્વે વર્ણવાઈ ગયેલ ઉત્પલ નૈમિત્તિકની બહેનેા થતી હતી. તેમણે વૈરાગ્યવાસિત થઇ શ્રી પાર્શ્વનાથ ભગવંતના સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી પરતુ પરીષહેા સહન કરવામાં અશક્ત બનવાથી આજીવિકા અર્થે પરિત્રાજિકાના વેષ ધારણ કર્યાં હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com