________________
વિભુ વધમાન
[૧૦૧] પાર્થાપત્ય મુનિના તેને દર્શન થયા. ગોશાલકે તેમને પૂછ્યું કે, “તમે કેણ છે?” પાર્શ્વપત્યમુનિ બાલ્યા–અમે શ્રમણનિગ્રંથ છીએ.
ગશાલક-વાહ! નિગ્રંથ. આટલા આટલા પાત્ર અને આટલી આટલી આડંબર યુક્ત વસ્ત્રાદિકની સમગ્રી હોવા છતાં આપ કેવી રીતે નિગ્રંથ? સાચા નિગ્રંથ તો અમારા ધર્માચાર્ય છે, જે તપ, જ્ઞાન અને ત્યાગની સાક્ષાત પ્રતિમૂર્તિ છે.
પાર્થાપત્યે કહ્યું: બોલવામાં અને વનમાં જે તે ઉદ્ધત અને અવિવેકી દેખાય છે તેવા જ તારા ધમોચાર્ય પણ હોવા જોઈએ !
ગશાલક-શું તમે મારા ધર્માચાર્યની નિંદા કરે છે તેના પરિણામની તમને માહિતી છે ખરી? મારા ધર્માચાર્યના તપતેજથી તમારો ઉપાશ્રય બળીને ખાખ થઈ જશે એટલી શક્તિ મારા ધર્મગુરુના પ્રભાવથી મારામાં વિદ્યમાન છે, તેની તમને ખબર છે ખરી?
પાર્થાપત્ય-અમે તમારા જેવાના શાપથી શું બળી જવાના?
આ પ્રમાણે કંઈક સમય સુધી પાર્શ્વ સંતાનીય અનગારે સાથે મિથ્યાવાદમાં ઉતરી, ગશાલક પિતાના સ્થાન પર આવ્યો અને પ્રભુને વંદન કરીને બોલ્યો. હે ભગવંત! આજ તે મને સારમ્ભ અને સપરિગ્રહ શ્રમણને મેળાપ થયો હતે.
પ્રભુએ કહ્યું-તે પાર્થાપત્ય અનગારો છે. આ પ્રમાણે ટૂંક સંતેષકારક જવાબ આપી પ્રભુ ધ્યાનસ્થ બન્યા.
બીજે દિવસે શાલા સહિત ત્યાંથી વિહાર કરી પ્રભુ રાક સંનિવેશમાં આવ્યા. અહીં વનનિકુંજમાં પ્રભુ કાઉસગ્નધ્યાને સ્થિર થયા.
તે ગામના કોટવાળે દુશ્મને કે તેમના જાસૂસો ગુપ્ત રીતે પોતાની સરહદમાં પિસી ને જાય તે માટે ચારે તરફ ચોકીપહેરે ગઠવી દીધો હતે.
એવામાં ગ્રામ્ય કોટવાલને બે ભેદી ગુપ્તચર ગામની સીમમાં આવ્યાની માહિતી મળી. તેણે ધ્યાનસ્થ અવસ્થાએ રહેલ પ્રભુ તેમજ તેમની પાસે બેઠેલ ગશાલકને ભેદી વેશધારી વ્યક્તિઓ-દુશ્મનના જાસુસ માની લીધા. આવા લેકે નિર્જન સ્થાનમાં ગામની ગુપ્ત બાતમીએ મેળવી પોતાના દેશમાં પહોંચાડે છે જેના આધારે મહાન ઉપદ્રવ થાય છે. તેથી આ સમયે તેમની એવી ખબર લેવી જોઈએ કે તેમની ખાતરી થાય કે ચેરાવાસીઓ પણ પૂરતા જાગ્રત છે. આ પ્રમાણે નિશ્ચય કરી કોટવાળ તેમની પાસે ગયો અને ઉચ્ચ સ્વરે દમદાટી દેતે બે: “તમે કોણ છે ?' પ્રભુ તે ધ્યાનસ્થ ને મૌન હતા એટલે તેમના પાસેથી તે જવાબ મળે તેમ હતું જ નહિ. આ સમયે પ્રભુ મૌન રહ્યા એટલે તેનું અનુકરણ કરી શાલક પણ મૌન રહ્યો. વારંવાર પૂછવા છતાં પણ કોઈ જવાબ આપ્યો નહિ એથી કોટવાળે ચોક્કસપણે માની લીધું કે-અવશ્ય આ લોકો ગુપ્તચરો જ છે. પછી કોટવાળે શાળક સામે આંગળી ચીંધી પિતાના અથીદારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com