________________
[૧૦૦]
વિશ્વતિ
પ્રકરણ ચોથું
ચતુથી ચાતુર્માસ ચંપાથી પ્રભુ કલાગ સન્નિવેશ પધાર્યા. ત્યાં ગામની સીમના એક ખંડેર(મકાન)માં વાસ કર્યો અને આખી રાત ત્યાં ધ્યાનસ્થ બન્યા. તેમની સાથે રહેલ ગશાલક પણ મકાનના બારણું પાસે બેસી રહ્યો.
આ ગામના મુખીને સિંહ નામે પુત્ર વિદ્યુન્મતી નામે એક દાસીના પ્રેમમાં લુબ્ધ બન્યો હતે તે, દાસી સાથે કાંઈક રાત્રિ વ્યતીત થતાં ત્યાં આવ્યો અને પડકાર કરી સત્તાધીશ અવાજે બોલ્યો કે: “અહીં કેઈ સાધુ, સંત, મુસાફર, બ્રાહ્મણ આદિ ઉતર્યા છે તે, બહાર ચાલ્યા જાવ.”
ધ્યાનસ્થ પ્રભુ માટે આ સૂચનાને કોઈ જ અર્થ હતું નહિ ત્યારે અટકચાળીયા શૈશાલક માટે તે કૌતુકમય બન્યું. તે દરવાજાની આડમાં છૂપાઈ રહ્યો અને જ્યારે દાસી અને સિંહ રતિક્રીડા કરીને મકાનની બહાર જવા લાગ્યા ત્યારે તેણે દાસીનું અટકચાળું કર્યું જેથી સિંહ ખીજવાયો અને તેને સારી રીતે માર માર્યો. પછી બને ત્યાંથી ચાલ્યા ગયા ને શાલકે પ્રભુ પાસે પિતાને માર મારવાની ફરિયાદ કરી.
બીજે દિવસે પ્રભુએ અહીંથી પત્રાલક તરફ વિહાર કર્યો. ત્યાં પણ ગામની સીમમાં આવા જ ખંડેર મકાનમાં વાસ કરવાને યોગ પ્રાપ્ત થયો, જ્યાં રાત્રિભર પ્રભુ ધ્યાનસ્થ બન્યા.
અહીં પણ એ જ પ્રસંગ બન્યો જેમાં ગામના મુખીને (પટેલ) યુવાન નંદક નામે પુત્ર, દંતાલિકા નામે એક દાસીના પ્રેમમાં પડ્યો હતે. તેને પણ પ્રણય કીસ્સ ઉપર પ્રમાણે આ જ ખંડિયેર મકાનમાં રાત્રિના સમયે બન્યું એને શાલકને તેના અટકચાળિયા સ્વભાવ પ્રમાણે માર પડી.
અનેક કિસ્સાઓમાં અટકચાળીયા શૈશાલકને હેરાનગતિ ભેગવવી પડી હતી જેમાંથી માત્ર આ બન્ને ઘટનાઓની નોંધ સૂત્રકારેએ એટલા માટે લીધેલ સમજાય છે કે, આવા પ્રસંગમાં પણ પ્રભુ કેવી રીતે સમતાથી ધ્યાનસ્થ અવસ્થાને ભંગ થવા ન દેતા, તેમજ મનને અંશ માત્ર વિકૃત થવા ન દેતાં પૂર્વ શાંતિથી લીન રહેતા હતા.
પ્રભુએ અહીંથી કુમાર સંનિવેશ તરફ વિહાર કર્યો અને રમણીય એવા ચંપારણ્યના ઉદ્યાનમાં પહોંચી તેઓ ધ્યાનસ્થ બન્યા. લગભગ મધ્યાહ્ન થવા આવ્યું હતું. ભિક્ષાને સમય થઈ ગયો હતો. આ સમયે ગોશાલકે પ્રભુને કહ્યું: હે ભગવંત! શિક્ષાને સમય થઈ ગયો છે. ભગવંતે કહ્યું: મારે તે આજે ઉપવાસ છે જેથી ગોશાલક એક ગામમાં ભિક્ષાર્થે ગયો.
આ સમયે પાર્થાપત્ય શ્રી મુનિચંદ્રસૂરિ સ્થવિર ભિક્ષાર્થે ગામમાં ફરતા હતા. તેમને વાસ કુવનય કુંભારની વણાટશાળામાં હતું. શાલક ફરતે ફરતે વણાટશાળામાં જઈ પહોંચ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com