________________
વિભુ વધમાન
[૯].
પ્રકરણ ત્રીજું
ત્રીજું ચાતુર્માસ કલાગથી ભગવાન સુવર્ણખલ તરફ થઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એક સ્થળે ગાવાળાની એક ટેળી હાંડીમાં ખીર બનાવતી હતી તે ગોશાળકની દ્રષ્ટિએ પડી. ગોશાળક બોલ્યો-જુઓ ભગવાન, અહીં વાળીઆઓ ખીર બનાવી રહેલ છે. આપ જરા સ્થિરતા કરે તે તેને લાભ મને મળે. પ્રભુએ કહ્યું: “આ ખીર પાકશે જ નહિ. વચમાં જ હાંડી ફાટી ખીર ઢળાઈ જશે.” શાલકે ગોવાળિયાઓને કહ્યું: સાંભળે છે? આ ત્રિકાળજ્ઞાની દેવાર્ય કહે છેઆ ક્ષીરની હાંડી ફૂટી જશે”.
ગોશાળકની ચેતવણીથી ગેપ ટોળી વધુ તર્કવિતર્કવાળી બની, અને વાંસની ખપાટોથી હાંડીને સારી રીતે મજબૂત બાંધી દીધી. ભગવાન તે નિઃસ્પૃહતાથી આગળ નીકળી ગયા, પરંતુ ગોશાલક ક્ષીરજનની લાલચે ત્યાં જ થોભી ગયો. - હાંડી દૂધથી ભરેલ હતી અને ચેખા પણ એમાં નાખી દીધા હતા. ભવિતવ્યતાના યોગે હાંડલી ફાટી ને તેના મધ્યમાંથી જ બે ટુકડા થઈ ગયા. સાથોસાથ ગોશાલકની આશાઓ પણ ક્ષીર સાથે ધૂળમાં મળી ગઈ.
આ ઘટનાથી મંખલીપુત્ર બોલ્યો. “થવાનું હોય છે તે કોઈ પણ ઉપાયે મિથ્યા થતું નથી. અથવા ભવિતવ્યતાને વેગ કદાપિકાળે મિથ્યા થતું નથી.”
પછી ગોશાળ ઉતાવળો ઉતાવળે આગળ વધી પ્રભુને જઈ મલ્યો. ભગવાન અને ગૌશાલક એક ગામમાં ગયા.
આ ગામના બે વિભાગ હતા. એક નન્દપાદક અને બીજે ઉપનન્દપાટક. એ બને પાટકોના નંદ અને ઉપનદ નામે બને ભાઈઓ સ્વામી હતા.
મહાવીર નન્દપાટકને ત્યાં ભિક્ષાર્થે ગયા તો ત્યાં તેમને ભિક્ષામાં ભેજન મલ્યું ને ગોશાલક ઉપનંદપાટકને ત્યાં ગયો હતે જ્યાં ઉપનન્દની આજ્ઞાથી એની દાસી વાસી ચેખા ભિક્ષામાં આપવા આવી પરંતુ ગોશાલકે તે લેવાનો ઈન્કાર કર્યો. આ સમયે ઉપનદે દાસીને કહ્યું કે, જે તે ભિક્ષા ન સ્વીકારે તે એના ઉપર ફેંકીને ચાલી આવ. દાસીએ તે જ પ્રમાણે કર્યું આથી ગોશાળક ખીજવાઈ ગયો. તેણે શાપ દઈ તે બ્રાહ્મણનું ઘર બાળી નાખ્યું.
બ્રાહ્મણગામથી ભગવાન અને ગોશાળક ચંપાનગરીએ ગયા અને ત્રીજું ચાતુર્માસ
ચમ્પામાં કર્યું.
આ ચાતુર્માસમાં ભગવાને બબ્બે માસક્ષમણની બે તપશ્ચર્યા કરી, અને વિચિત્ર આસનેથી ધ્યાન ધર્યું. પહેલું પારણું ચંપામાં કર્યું અને બીજું ચંપા નગરીની બહાર ત્યાંથી પ્રભુએ કલ્લોગ સંનિવેશ તરફ વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com