________________
વિભુ વર્ધમાન
[ ૭] મંખલીપુત્ર ગોશાલક ૧૬ વર્ષની યુવાવસ્થાએ પહોંચતા કુટિલ, વક્રસ્વભાવી અને અનેક પ્રકારની લુચ્ચાઈ તેમજ અવગુણથી ભરપૂર બન્યો.
માતાપિતાની શિખામણ તેના માટે નકામી બની. નિત્ય ગૃહઆંગણે ગોશાલકને અંગે કલેશમય વાતાવરણ બનવા લાગ્યું. હવે ઉછુંખલ ગોશાલકને પિતાનું ગૃહઆંગણું આકરું થઈ પડયું અને તે ચક્રવાકના અતિ આકર્ષક ચિત્રપટ સાથે ઘરની બહાર નીકળી પડયો અને સ્વતંત્રતાથી આજીવિકા ચલાવવા લાગ્યો.
યુગથી વિહાર કરતાં પ્રભુ મહાવીર રાજગૃહી પહોંચ્યા જ્યાં નગરની બહાર પરામાં નાલન્દાની એક વણાટશાળામાં જઈ ત્યાં ચાતુર્માસની સ્થિરતા કરી. આ વણાટશાળાની નજદીકના મકાનમાં, પારસમણીના સ્પર્શથી જેમ કથીર તુરત સોનું બની જાય છે તેમ શાલકની મલિનતા દૂર થઈ. ગોશાલકે પણ વર્ષાઋતુમાં ચાતુમસની સ્થિરતા કરી.
આ ચાતુર્માસમાં ભગવાને માસક્ષમણના અંતમાં માત્ર એક જ વખત વિજય શેઠને ત્યાં પારણું કર્યું. દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. આ જાતના દૈવી પ્રભાવયુક્ત તપશ્ચય અને વિધિને ગશાલક પર પૂરતે પ્રભાવ પડ્યો. હાથમાંનું ચિત્રપટ દૂર ફેંકી તપસ્વી પ્રભુના શિષ્ય બનવાનો નિશ્ચય કર્યો. અને તેણે પ્રભુને પ્રાર્થના કરી કેઃ “હે ભગવંત! હું આપને શિષ્ય થવા માગું છું.” પરંતુ ભગવાન મહાવીરે તેની પ્રાર્થનાને પ્રત્યુત્તર ન આવ્યો છતાં તે પ્રભુની સાથે જ રહ્યો.
કાર્તિક સુદ ૧૫ પૂર્ણિમાએ ભિક્ષા લેવા જતા ગોશાલકે પ્રભુને પૂછ્યું કે પ્રભુ! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાને કહ્યું “ સાબુખા, ખાટી છાશ અને દક્ષિણમાં એક ખોટ રૂપિયો.” ગોશાલકને જ્ઞાની પ્રભુની વાણી જૂઠી ઠરાવવાનું મન થયું. એ દિવસે ધનાઢ્ય લેકના ઘરોમાં તે ખૂબ ફર્યો છતાં તે ઘરમાંથી પણ કાંઈ જ ન મળ્યું; સાંજે એક કર્મકારે સાબુખાની ખીર તથા ખાટી છાશનું તેને ભેજન કરાવ્યું અને દક્ષિણામાં એક પેટે રૂપિયો આપ્યો. આ ઘટનાએ ગોશાલકના મન ઉપર વિપરીત અસર કરી જેના પરિણામ સ્વરૂપે તે વિધિવાદથી કંટાળી ગયો અને કહેવા લાગ્યો: “થવાનું કદી નિષ્ફળ નથી થતું. જે થવાનું હોય છે તે પહેલાથી જ નિશ્ચિત જ હોય છે.” આ રીતે “નિયતિવાદે તેના મનમાં ઘર કર્યું
ચાતુર્માસની સમાપ્તિ થતાં ભગવાને નાલંદાથી વિહાર કર્યો અને રાજગૃહના કલાગ સંનિવેશમાં જઈ બકુલ બ્રાહ્મણને ત્યાં માસક્ષમણનું પારણું કર્યું. એના પહેલાં ત્રણ પારણું રાજગૃહીમાં જ આનંદ શ્રાવક, વિજય શેઠ અને સુનંદ ગૃહસ્થને ત્યાં થયા હતા.
નાલંદાથી ભગવાને વિહાર કર્યો ત્યારે શાલક ભિક્ષા માટે બહાર ગયો હતે. ભિક્ષાચર્યાથી પાછા ફરી તે શાળામાં પાછો આવ્યો તે ભગવાનને ન દેખ્યા. એણે વિચાર્યું કે ભગવાન વસ્તીમાં ગયા હશે. તે પાછે નગરમાં ગયો અને રાજગૃહને એકે એક મહેલે તથા ગલી શોધી પણ ભગવાન મહાવીરને પત્તો ન લાગ્યું.
હવે એણે ધાર્યું કે, પ્રભુ કાંઈક બહાર ગયા હશે તેથી તે પિતાના સ્થાને પાછો આવ્યો. ભિક્ષામાં જે કાંઈ પ્રાપ્ત થયું હતું તે અને “આજીવિકાની " તમામ વસ્તુઓ બ્રાહાણેને દાનમાં અર્પણ કરી, પિતે માથું મુંડાવી એક મુનિની જેમ ભગવાન મહાવીરની શોધમાં નીકળી પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com