________________
[૬]
વિશ્વતિ અને આત્મા ચકડોળે ચડ્યો. જેમાં મારી પૂર્વ ભવની પ્રેમાળ પત્ની મારા હૈયાને કોતરી રહેલ છે, જેને કઈ પણ ભોગે મેળવવાને મેં નિશ્ચય કરેલ છે તે હે પિતાજી! હું આપને નમ્રતાપૂર્વક અરજ કરું છું કે, આપ મારા પૂર્વની પ્રેમાળ પત્ની મેળવી આપે!
પિતાએ આશ્વાસન આપતા કહ્યું-પુત્ર ! મારાથી બનતા બધાએ પ્રયત્ન કરીશ. તેના ચિત્તની વ્યગ્રતા વધતી ગઈ અને પ્રિયતમાના મેળાપના વિચારમાં ને વિચારમાં ત્યારપછી તે મંખ આખા ગામમાં ગાંડાની માફક ફરવા લાગે તેવામાં એક બુદ્ધિમાન પુરુષે તેને સલાહ આપી અને તેની સૂચના પ્રમાણે તેણે એક ચિત્રપટ તૈયાર કર્યું. જેની કલાત્મક પછીથી કિનારા પરના ઝાડ પર કોલ કરતું ચક્રવાક પક્ષીનું જોડું ચિતરાવ્યું. જેમાં એક પારધીના બાણથી ચક્રવાકી કેવી રીતે વિંધાય છે તેમજ તેમની પાછળ પક્ષી કઈ રીતે તેના દેહ પર તરફડાટ કરીને જીવન ત્યાગ કરે છે. આ સર્વે દેખાવે તાદૃશ્ય એવી રીતે ચિતરાવ્યાં કે તેને જોતાં જ ભલભલાના હૃદય દ્રાવક બને.
આ ચિત્રપટ સાથે મંખ ગામેગામ એવી અમર આશાથી ફરવા લાગ્યું કે વખતે પિતાની પૂર્વભવની પત્ની પણ આ ચિત્ર જોતાં પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન પામે અને આ ભવમાં તેને પાછો મેળાપ થાય.
મડંબ, કટ, ખેટક, પુર, પાટણ વગેરે ગામોમાં આ ચિત્રપટ સાથે ફરતા મંખને ઘણું સમય વ્યતીત થયે. જેમાં આ ચિત્ર પણ જીર્ણ થવા આવ્યું હતું. એવામાં ચંપાનગરીએ આવતા એક ઘટના એવી બની કે -
આ ગામમાં મંખલી નામે ગૃહસ્થ રહેતો હતો. આ ગૃહસ્થ કર્મ સંજોગોએ એવી દુ:ખદ સ્થિતિએ આવી પહોંચ્યું કે તેને પોતાના ગુજરાના કાંઈ પણ રહ્યું નહિ. એવામાં મંખને હાથમાં ચિત્રપટ સાથે અતિકરુણુજનક ગઝલમાં તેનું વર્ણન કરતા અને તેના આધારે પિતાનું ગુજરાન કરતો જોયો. તેને પિતાના કૌટુંબિક ગુજરાન માટે મંખવાળો ધંધે કામધેનુ તુલ્ય લાગ્યું અને તે મંખ પાસે આવ્યો. તેની સેવા સ્વીકારી તેની ગાયન આદિ કળા સ્વીકારી તે એક ઉસ્તાદ ગવૈયો બન્યો. આ પ્રમાણે મંખ અને મંખીલીની જોડી ગામેગામ ચિત્ર૫ સાથે ગ્રામજનોને રંજન કરી પિતાને નિર્વાહ આનંદથી કરી રહેલ છે. મંખને પિતાની પત્નીને મેળાપ ન થવાથી હૃદયમાં અતિશય દુ:ખ થવા લાગ્યું અને તે આઘાતને પરિણામે તેને અચાનક સ્વર્ગવાસ થયો.
મંખના મરી જવાથી મંખલી રાજી થયો. કમાએલ પુષ્કળ ધન સાથે તે પિતાને ઘેર આવ્યો. પિતાની સુભદ્રા નામે સ્ત્રી સાથે આનંદથી રહેવા લાગ્યો.
મંખવીએ ત્યારપછી આ જીર્ણ ચિત્રના બદલે અતિ આકર્ષક એવું આ જ પ્રકારનું ચિત્ર બનાવ્યું. આ પ્રમાણે મંખલી પિતાની સ્ત્રી સુભદ્રા સહિત ગામેગામ ફરી પિતાનું ગુજરાન કરી રહેલ છે.
આ પ્રમાણે ફરતા ફરતા શરવણ સન્નિવેશમાં આવી ગેબકુલ બ્રાહ્મણની ગૌશાળામાં એક ખાલી જગ્યામાં મેળવી તેમાં વાસ કર્યો. અહીં સુભદ્રાએ એક બાળકને જન્મ આપ્યો જેનું ગુણસંપન્ન ગાથાલે એવું નામ તેના માબાપે રાખ્યું. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com