________________
[૯૪]
વિશ્વ જ્યોતિ સુરભિપુર અને રાજગૃહના વચમાં ગંગાનદી વહેતી હતી તેમ જ વિહાર માટે અન્ય માર્ગ ન હોવાથી ભગવાન નાવ પર ચઢ્યા. બીજા પણ અનેક મુસાફરે નાવમાં બેઠા હતા જેમાં ખેલ નામને એક નૈમિત્તિક પણ હતા.
નાવ આગળ ચાલતા જ ડાબી બાજુથી ઘૂવડને ભયંકર દવનિ થયે જે સાંભળી ખમલ બે: આ મોટું અપશુકન થયું છે. આથી સમજાય છે કે આપણે સર્વ પર પ્રાણઘાતક સંકટ આવવાનું છે, પરંતુ આ મહાત્માપુરુષના પ્રભાવથી આપણે તે બચી જઇશું.
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને પરમાત્માના જીવે ચીરી નાખ્યું હતું તે કાળાંતરે સુદાઢ નામને નાગદેવ થયેલ. તેણે ભગવંતને જોઈ પૂર્વના વૈરને યાદ કરી ઉપસર્ગ કર્યો.
નાવ ગંગાની મધ્યમાં આવી પહોંચ્યું ત્યાં એક મોટા જળચરે (નાગરાજે) આવી નાવને ઉથલાવી પાડવા સખ્ત રીતે પછાટ મારી જેથી નાવ હીલોળે ચઢયું ને ડૂબવાની અણી પર આવ્યું. આ સમયે નાવમાં બેઠેલ લેકે પિતપતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. આ સમયની દિલ ધડકાવનારી પળોમાંથી મુસાફરોનું જીવન પસાર થઈ રહ્યું હતું. કઈ ક્ષણે વહાણ ભાંગીને ભૂકો થઈ જશે તેની પૂરતી ભીતિ હતી. આવા ભયંકર ઉલ્કાપાત સમયે પણ પ્રભુ મહાવીર નાવના એક ખૂણામાં નિશ્ચળ ભાવથી ધ્યાનમાં જ લીન હતા. આ ઉપસર્ગની કંબલ તેમ જ શંબલ નામના દેવેને જાણ થતાં તેમણે ત્યાં આવી, સુદાને પરાજિત કર્યો. કંઈક સમય પછી તોફાન શાંત થયું. નાવ કિનારે પહોંચ્યું. નાવિક અને મુસાફરે પિતપતાનો પુનર્જન્મ માની ઉતાવળથી ઉતરવા લાગ્યા ને માગે પડ્યા. પ્રભુ પણ નાવમાંથી ઉતર્યા અને ગંગાની પુલિન(રેતી)માં ચાલતા પૂણાગ સન્નિવેશના ભાગોળે જઈ યોગ્ય સ્થાને ધ્યાનસ્થ થયા. ગંગાનદી પાર કર્યા બાદ તેની રેતીમાં પરમાત્માના પગલાં પડ્યા હતા. થોડાક સમય બાદ પૂષ્ય નામને એક સામુદ્રિક શાસ્ત્રી એ રસ્તેથી રાજગૃહ જઈ રહ્યો હતે. ગંગાના રેતાળ પ્રદેશમાં પડેલ પ્રભુના પાદચિન્હો જોઈ તે મનમાં વિચારવા લાગ્યો કે, ચોક્કસ આફતથી ઘેરાએલ ઈ ચક્રવર્તિ આ રસ્તાથી એકલે પદાતિ (પગે ચાલીને) ગયો છે. હું જઇને તેની સેવા કરું કારણ કે ભવિષ્યમાં એને ચકવર્તિપદ પ્રાપ્ત થતાં મારું પણ ભાગ્ય તેની સાથે ખુલી જાય.
ભગવાનની પાદપંક્તિને નજર સામે રાખી પુષ્ય રાજગૃહી નજદીકના ગુણ ગામની ભાગેળે પહોંચ્યા જ્યાં તેની નજરે ધ્યાનસ્થ પ્રભુ એકાગ્રતામય લીસ્થિતિમાં દેખાયા! પ્રભુને દેખતાં જ નિરાશ થઈ તે બોલ્યા “ આજસુધી સમજતું હતું કે, સામુદ્રિક શાસ્ત્ર સાચું છે પણ આજથી ખાતરી થાય છે કે, તેમાં સારો વિશ્વાસ રાખવા જેવું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગંગાનદીના રેતાળ પ્રદેશમાં જેવાં પગલાં પડ્યાં છે તેવા ચિહેવાળે પુરુષ અવશ્ય ચકવર્તિ થાય પરંતુ આજ હું નજરે જોઈ રહ્યો છું કે, આવી રેખાવાળો મનુષ્ય શિક્ષક તરીકે ગામેગામ ભટકી રહેલ છે.”
પુષ્ય નૈમિત્તિકને સામુદ્રિક શાસ્ત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તે પિતાના ગ્રંથ જળશરણ કરવાની તૈયારી કરવા લાગ્યો તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે, જેના સંબંધમાં પતે ઊહાપોહ કરી રહ્યો છે તે કોઈ સામાન્ય ભિક્ષુક નથી. પણ ધર્મ ચક્રવર્તિ તીર્થકર છે. તે ચક્રવર્તિ અને સ્વર્ગના ઇંદ્રને પણ પૂજનીય છે. પછી તે પ્રભુને વંદન કરી પિતાના કામે ચાલ્યા ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com