________________
વિષ્ણુ વ માન
[ ૯૩ ]
દેવાય ને કે જેમણે આવા ભયંકર નાગરાજને પણ પોતાની માફક ધ્યાનસ્થ અને મૂર્છા રહિત બનાવ્યા.
પછી
આ સ્થાન જોતજોતામાં મહાન પવિત્ર યાત્રાધામસમ બન્યું. ગાવાળા અને ગ્રામવાસીએ ટાળાબંધ દર્શને આવવા લાગ્યા. ગેાવાળાની કેટલીક દ્રિક સ્રીએ લેાળાભાવથી સ`ના શરીરે ઘી ચેપડવા લાગી. કેટલીક તેના મુખ પર દૂધધારા વહેવરાવવા લાગી. કંકુ પુષ્પાદિકની પૂજા આદિથી આત્મકલ્યાણ માનવા લાગી.
ભેળી ભદ્રિક ભાવવાહી સ્રીસમુદાયની આ પ્રકારની ઘી-દૂધાદિની પૂજાનું મૂળ સર્પરાજ માટે કર્મ કસોટી સમ બન્યુ. ઘી અને દૂધની સુગંધથી આકર્ષાઇને ત્યાં તીક્ષ્ણ મુખવાળી કીડીએ આવી, તેના આખા શરીરે થાકનાથેાક ફરી વળી અને સર્પના શરીરને ચારણી જેવું જરિત કરી નાખ્યું. આ સમયે સર્પના જ્ઞાની આત્માએ અપૂર્વ સમતા ધારણ કરતા પોતાના આત્માને પ્રતિબેધ કરતાં સમજાવ્યે કે “ મારા પાપ ક્રમ પાસે આ પીડા શી ગણત્રીમાં છે મારા આ જીવનની તારણુહાર બનેલ આ બીચારી અલ્પ મળવાળી કીડીએ મારા શરીરના કેઈપણુ ભાગના દબાણથી દંડકીની માફક અજાણતાં પણ દખાઈ તે મારા માટે દૂષણરૂપ બનશે, તે વધારે હિતકારક એ છે કે-મારે પણ પ્રભુની માફ્ક શારીરિક માહુના ત્રિવિધષણે ત્યાગ કરી શાંતપણે નમસ્કારમંત્રના જાપમાં લયલીન થવું અને આત્મકલ્યાણ સાધવુ. આ જાતના નિશ્ચયથી ચંડકોશિકે ત્યારબાદ પેાતાના શરીરને જરા પણ હલાવ્યું નહિ.
આ પ્રમાણે કરુણાના પરિણામ અને શાંત મનેવૃત્તિવાળા સર્પ ભગવંતની દયામૃત દ્રષ્ટિથી સિચિત થતા તેમના જ શરણમાં રહી એક પખવાડીયામાં શુભભાવે સમાધિપૂર્વક મૃત્યુ પામીને સહસ્રાર નામના દેવલેાકમાં દેવણે ઉત્પન્ન થયું.
આ પ્રમાણે ચડકૌશિકને તારી પ્રભુ ત્યાંથી ઉત્તર વાચાલ ગામ આવ્યા. પક્ષાપવાસના પારણ!ના માટે ગામમાં ગેાચરીએ કુતા, તે ગામના નાગસેન નામના ગૃહસ્થને ઘર પધાર્યા. નાગશેઠને ત્યાં પ્રભુ ગોચરી માટે પધાર્યા તે દિવસે જ શેઠના પુત્ર પુષ્કળ ધનની પ્રાપ્તિ કરી ઘરે આવ્યા હતા. તેના આન ંદોત્સવ નિમિત્તે સગાસબંધીઓ અને નાતીલાઓ જમણુ જમી રહ્યા હતા તે સમયે ગુણુના નિધાન એવા પ્રભુને પેાતાને ત્યાં પધારતાં જેયા.
પ્રભુને જોતાં જ હર્ષિત થએલ નાગશેઠ જાતે ઊભા થયા અને પ્રેમપૂર્વક ક્ષીર ભેાજનથી પ્રભુને પારણું કરાવતા બેાલ્યા કે,-“અમારા આજે ધન્ય ભાગ્ય કે, આપ જેવા દેવાયે મારા ગૃહે પધારી અનુપમ લાભ આપ્યા છે. હે પ્રભુ ! આ દુનિયામાં માણસાને રાજ્ય, ધનસંપત્તિ, પુત્ર, પરિવાર વગેરે બધું મળી રહે છે પણ આપ જેવા દેવા મહાત્માના દન દુ જ હાય છે.” આ દાનના સમયે “અહા દાન” એવા દૈવી ગગનભેદક શબ્દ ધ્વનિ આકાશમાંથી સશળાવા લાગ્યા. સુવર્ણ પુષ્પા વરસવા લાગ્યા અને આકાશમાં દેવદુ દુભી વાગવા લાગી, ત્રણે ભવનમાં જયજયકાર સાથે શેઠનુ જીવન ધન્ય થયું.
ઉત્તર વાચાલથી ભગવાન શ્વેતાંબિકા તરફ ચાલ્યા. ત્યાંના પ્રદેશી રાજાએ પ્રભુને ભાવભીના સત્કાર કર્યો. તે રાજવી શુદ્ધ શ્રાવક બન્યા હતા. ત્યાંથી ભગવાન સુરભિપુર વિહાર કરી રહ્યા હતા ત્યાં માર્ગમાં પ્રદેશીરાજાને ભેટવા જતા પાંચ તૈયક રાજાએ સામે મળ્યા. તેમણે પણું પ્રભુના ભાવપૂર્વક સત્કાર કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com