________________
[ 2 ]
વિશ્વયોતિ ગુરુએ જણાવ્યું કે-રાત્રિના પ્રતિક્રમણ સમયે લઈ લઈશું. શુદ્ધ બુદ્ધિશાળી શિષ્ય વિચાર કર્યો કે, મારા ભદ્રિક ગુરુ આમાં ખોટી રીતે લજિત બને છે. તેમને આલેચના લીધા વગર છૂટકે જ નથી.
સાયંકાળે પ્રતિક્રમણ સમયે આલોચના કર્યા સિવાય જ્યારે પિતાના ગુરુ બેસી ગયા ત્યારે શાંતિથી શિષ્ય ફરી તેનો ઉપયોગ આવે. ભવિતવ્યતાના ગે ગુરુને આ સમયે શિષ્ય પર ક્રોધ ચઢ્યો અને તેને મારવા દોડયા પણ ક્રોધાવેશમાં દેડતાં ઉપાશ્રયમાં વચમાં સ્થંભ આવે છે તેનું ભાન પણ તેમને ન રહ્યું અને સ્તંભ સાથે તેમનું મસ્તક જોરથી અફળાયું અને આલેચના કર્યા વગર તે સમયે જ તે મુનિરાજ સ્વર્ગવાસી થયા.
સંયમની વિરાધના કરવાથી તે તિષી નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થએથી કનકખળ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિના કૌશિક નામે પુત્ર થયા. બાળવયથી જ તે અતિકોધી હોવાથી તેનું નામ ચંડકૌશિક પાડયું. પિતાના સ્વર્ગવાસ બાદ તે તાપસેને કુળપતિ થયે. તેને પિતાના તપોવન પર હદ ઉપરાંતને મોહ હતો. વનવેલીનું એકાદ પાંદડું કે કહેલું ફળ-ફૂલ કોઈ તોડતું તેને કોઇપૂર્વક મારવા દેતે. તેના ત્રાસથી તમામ તાપસે ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ફક્ત એકલો જ તે વનમાં રહેવા લાગ્યા.
એક સમયે તાંબાનગરીના કેટલાક રાજકુમારે આ તપોવનમાં આવી ક્રીડા અને કલેલ કરતા હતા. ક્રીડા કરતાં તપોવનમાં થતું નુકશાન ચંડકૌશિકથી સહન થયું નહિ અને કુહાડા લઈ ક્રોધાવેશમાં તેમને મારવા દોડ્યો. દોડતાં કો ધાંધ થએલ ચંડકૌશિક માર્ગમાં રહેલ કૂવાનું ભાન ભૂલી ગયું અને તે કુહાડા સહિત કૂવામાં પડ્યો. પરિણામે આ તીક્ષ્ણ કુહાડે તેના જ ઘાતનું કારણ બન્યું અને મૃત્યુ પામ્યું. “કુકર્મના વિપાક આવા જ હોય છે.”
ક્રોધાવેશમાં મૃત્યુ પામેલ આ તાપસ તે જ વન પરત્વેની મૂર્છાથી તે જ વનમાં દૃષ્ટિવિવા સર્ષ થયે કે જેને કરુણનિધાન વીરપ્રભુએ પ્રતિબોધ આપી આ ભયંકર ભવસાગરમાંથી તાર્યો.
પરમામાના સંબંધનની ચંડકૌશિક પૂર્ણ જાગૃત બન્યા અને પશ્ચાત્તાપ કરવાપૂર્વક તિર્યંચના ભાવમાં પણ પિતાના કરેલ કર્મો ખપાવવા માટે અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો.
પ્રભુને ભક્તિભાવથી ત્રણ પ્રદક્ષિણા કરી સર્વ પ્રકારની શારીરિક ક્રિયા રહિત બની પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું. આ સમયે જ્ઞાની પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણે પોતાની અમી દૃષ્ટિ તેના પર મૂકી તેને વધુ વિશેષ ઉપશાન્ત કર્યો.
ભયંકર વિષમય પિતાની દષ્ટિ કોઈના પર પડવાથી વખતે કોઈને તે હાનિનું કારણ ન બને તે ખાતર તેણે પોતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને પૂંછડીને ભાગ બહાર રાખ્યો અને સમતારૂપ અમૃતપાનનું તે પાન કરવા લાગ્યું.
ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગવાળ અને વત્સ પાળે વિસ્મય પામી કંઇક ડરતાં ડરતાં તે સ્થળે આવ્યા. વૃક્ષને અંતરે સંતાઈ સર્પની ચેષ્ટા જોવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, સર્પના શરીરને ધીમે ધીમે સ્પર્શ કરવા લાગ્યા તે પણ સર્વે જ્યારે પિતાની કાયાને હલનચલન વગરની સ્થિર રાખી ત્યારે તેમને ખાતરી થઈ કે ધન્ય છે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com