________________
૭૨
વીર-ધર્મને પુનરુદ્ધાર. ગતિમાં વેગ મળે જોઈએ અને તેઓ ઉન્નતિગામી થવા જોઈએ. બે એકડા ભેગા થતાં જેમ અગ્યાર થાય છે, તેમ દમ્પતિની બને શક્તિઓ એકઠ્ઠી થતાં તેમાંથી મહાન બળ પ્રગટે છે. તે બળને વધારે વિકાશ તેમના સંયમપર અવલંબિત છે. જેટલું વધારે બ્રહાચર્ય પળાય તેટલું પાળવાની તેમની ખાસ ફરજ છે. બ્રહ્મચર્યના પ્રભાવથી જ તેઓ સમાજને, દેશને અને ધર્મને ઉપયોગી નિવડે. “પુત્રાપ: Fારે વધારે છે એ પ્રાચીન–સૂત્રાનુસાર એક તેજસ્વી બાળક–બાળિકાને દેશને ચરણે ધરી જે-જે સ્ત્રી-પુરૂષ પોતાની કામચેષ્ટા બંદ કરી દે છે, અને નિર્મળ બહાચર્ય ધારણ કરી સેવા–માર્ગને અખત્યાર કરે છે, તેઓ ગૃહસ્થાશ્રમના ઉચ્ચ શિખર પર વિરાજમાન થઈ પ્રજાની અંદર મહાન પ્રકાશ નાંખે છે. આવા મહાન આત્માઓ જે દેશને પોતાની જીવનચર્યાથી અલંકૃત કરે છે તે દેશ ભાગ્યવાન ગણાય છે. આ ગ્રહસ્થાશ્રમને ઉચ્ચ આદર્શ છે. પ્રાચીન રાષિઓએ પણ “વવો થાશ્રમ વગેરે ઉક્તિઓ વડે આવા આદર્શ અને મહત્વપૂર્ણ ગહસ્થાશ્રમનાં ગુણ-ગાન કર્યો છે. સુતરાં, વીર-ધર્મના પુનરુદ્ધારનું મૂળ ગૃહસ્થાશ્રમના પુનરુદ્ધારમાં સમાયેલું સમજી લેવાની પહેલી તકે જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com