________________
વીર–ધર્મને પુનરુદ્ધાર.
' અર્થાત–જે પ્રજા વિવાહ-શસ્યાને કેવળ ભેગ-વિલાસને માટે જ ઠીક સમજે છે તેને વિનાશ અવશ્યમ્ભાવી છે.
જે બીચારા સ્ત્રીને કચ્ચાં–બચ્ચાં પેદા કરવાનું મશીન સમજી વિષય–સંગમાં લાગ્યા રહે છે, તેઓ તે ખરેખર ભાન ભૂલ્યા છે. તેઓ પોતે પોતાની સ્ત્રી સાથે ખુવાર થાય જ છે, પણ તેમની વિષયાત્પ દશાથી નિપજનારાં બચ્ચાંને પણ મોતની સામું ધકેલે છે. પરાધીન અને ગુલામ, દરિદ્ર અને રાગી, અશક્ત અને કાયર એવા આ દેશમાં કુકડાં, કુતરાં અને ડુક્કરાની જેમ સન્તતિ વધાર્યું જવું એમાં આત્મદ્રોહ, પત્નીદ્રોહ, સન્તતિદ્રોહ, સમાજદ્રોહ અને દેશદ્રોહ પણ રહેલ છે. આ વાત ખાસ ધ્યાન આપવા જેવી છે. ધણી-ધણીયાણુને પુરૂં થાય એટલુંય મુશ્કેલીથી સાંપડતું હોય, ત્યાં બાળબચ્ચાંની શી વલે! લુલા-લંગડા, કેઢી–રોગી, વૃદ્ધ-દુર્બળ બધાને વિવાહમાં ફસાવાનું મન થાય છે, પણ તેમ કરીને તેઓ અપંગ, અશક્ત, રોગી સન્તાન ઉત્પન્ન કરી કેવા અનર્થો ઉભા કરે છે એને વિચાર તેમને શાને આવે ! આવા નાલાયકે પણ ક્ષણિક સુખના આસ્વાદ માટે વિવાહ કરવા મં9 જાય એ ખરેખર ગૃહસ્થાશ્રમને નીચો પાડવાનું કુકમ છે. આવું અન્વેર જેટલું હિન્દુસ્તાનમાં છે તેટલું બીજા સભ્ય ગણાતા દેશમાં ભાગ્યે જ હશે.
ગ્રહસ્થાશ્રમીએ કમમાં કમ એટલું તે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે
" There should be no more children brought Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com