________________
દમ્પતિ-ધર્મ.
૪૭
જોઈએ. પવિત્રતા, લજજા સંયમ અલંકાર એવા સુંદર છે કે જાડા કપડામાં ઢંકાયેલા શરીરને પણ તે ઝગમગતું બનાવે છે. અને એથી ખીલતા આત્મ-બળની આગળ મનુષ્ય તો શું, દેવે પણ પિતાનાં મસ્તક નમાવે છે. સાદાઈમાં જે મજા અને ધર્મસિદ્ધિ છે તે ઉદભટતામાં નથી. સાદું ખાવું, સાદું પહેરવું અને સાદું જીવન, કેવું સુન્દર ! હેટું ખાવું, મહેટું પહેરવું અને મોટું કામ કરવું, કેવું મજાનું! ઘરમાં ઉભટ ફેશનના ચસકો લાગતાં, સાધારણ રળનાર ધણીને ભારે મુશ્કેલીમાં ઉતરવું પડે છે. જીવન-નિર્વાહ પુરતું મેળવવામાં જ્યાં મુશ્કેલી પડતી હોય, ત્યાં ગૃહ-દેવીને ફેશનેબલ સાઓ અને આભૂષણે પૂરાં પાડવામાં પતિ–દેવતાને કેટલું લોહીનું પાણી કરવું પડતું હશે ! આ રીતે પતિને તકલીફમાં નાંખવે એ સુશીલા, પતિભક્તા પત્નીને શેભે કે? પણ જ્યાં દુર્બળ મનના પતિને જ, પિતાના ધનના, શરીરના કે આબરૂના ભોગે પણ પિતાની બીબીને ઉભટપણે શણગારવામાં રસ પડતું હોય અને એમાં તે અભિમાન લેતા હોય ત્યાં પછી બીજું શું કહેવાનું રહે !
ફેશનની બુરી લત પડતાં ધનની કેટલી ખુવારી થાય છે, નૈતિક ચારિત્રપર કેટલો આઘાત પહોંચે છે અને દેશની પરાધીન
શાને કેટલે ટેકે મળે છે, એને અમારા યુવક મિત્રોએ વિચાર કરવાની જરૂર છે. કેઈ પણ વિચારક જઈ શકે છે કે દેશની આર્થિક સ્થિતિ કેટલી હીનદયાએ પહોંચી ગઈ છે. વાસ્તવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com