SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-ધર્મને પુનરુદ્ધાર. એની ઉપર પાછાં શીધ્ર છવાયાં અને પુનઃ તિમિર–આવરણ પથરાઈ ગયું. છતાં એ આન્દોલનની અસર હજુ કામ કરી રહી છે. નિદાન, સમાજ-સંગઠનને માટે બલિદાનની, સ્વાથ–ત્યાગની, ઉત્સર્ગની બહુ જરૂર છે. જે અમારા શ્રીમાને દષ્ટિસંકેચ મૂકી દઈ પિતાની શ્રીનો સદુપયોગ કરવા ન ચાહત હોય, અમારા શેઠીયાઓ પોતાની શેઠાઈને ઘમંડ નરમ પાડવા ન માંગતા હોય, અમારા મહાજને અને વેપારીઓ સમાજ કલ્યાણુથે પોતાની ભિલાલચને યથોચિત ભાગ દેવા ન ધારતા હોય, અમારા નવયુવકેની પલટન સમાજ-સેવા માટે મેદાનમાં ઉતરી પડવા તૈયાર ન હોય અને અમારા પૂજ્ય મુનિવરેને માનાપમાનની પરવા છે, એક રાગથી, સમયાનુકૂલ નિર્ભય ઉપદેશ દ્વારા જનતાને જગાડવા હિંમ્મત ન ફેરવવી હોય તે સંગઠનની વાતો કેવળ બાલપ્રલાપ ગણાય. જ્યાં ઉચિત બલિદાનની ઉત્તેજના ન હોય ત્યાં સંગઠનની આશા રખાય જ કેવી રીતે? સાધમિક-વાત્સલ્યનાં ગુણગાન જેનોમાં જાણીતાં છે. સંગઠનનું મૂળ એમાંજ સમાયેલું છે. સાધર્મિક-વાત્સલ્યની ભાવનાઓમાં સંગઠનની જ ભાવનાઓ ભરેલી છે. સંગઠનબળની પુષ્ટિના ઈરાદા પર જ તે ભાવનાઓનાં મંડાણ છે. કિન્તુ સાધર્મિક–વાત્સલ્યની ભાવનાઓને અમલ પારસીઓ, મુસલમાને, ઈસાઈઓ અને આર્યસમાજીઓમાં જેટલે અંશે થાય છે તેટલે અંશે જેનોમાં નથી થતું. વાસ્તવમાં મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે તે જ સમાજમાં રહેવા ચાહે છે કે, જ્યાં તેને સમ્માન, સહાયતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy