________________
સંગઠન.
૧૭
બતાવી આપે છે કે, એકતાને કેટલે પ્રભાવ છે. પાનાં રમનારાઓને ખબર છે કે-બે, ત્રણ, ચાર, પાંચ એમ દશ દાણા સુધીનાં પત્તાંને સર કરી જનાર “ગોલે છે; પણ જ્યારે
રાણું ” સાહેબની પધરામણી થાય છે, ત્યારે ગોવાને પાબારા ગણ જવા પડે છે અને “રાણ” નાં ગીત ગવાય છે; પછી
જ્યારે “બાદશાહ” ની સવારી આવે છે, ત્યારે “રાણ”ને પણ એઝલ-પડદામાં ભરાઈ જવું પડે છે અને બાદશાહને સામ્રાજ્યકે વાગવા માંડે છે. બાદશાહ તે રાજ-રાજેશ્વર ગણાય, એટલે તેનું શાસન ચાહે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ, વ્યાજબી હેય કે ગેરવ્યાજબી, ગમે તેવું હોય, પણ તે પ્રજાને માન્ય કર્યું જ છુટકો. પણ તમે જાણે છે કે એક પાનું એવું જબરદસ્ત છે કે તેની હામે બાહશાહને પણ નરમ થવું પડે છે. તે છે એક્કો.
કેવળ પોકાર કરવાથી સંગઠન થઈ શકતું નથી. સંગઠનની પાછળ બલિદાનને સોઈએ છે. સંસા૨તે જ રાષ્ટ્રની હામે પિતાનાં મરતક ઝુકાવે છે જ્યાં બલિદાન-શક્તિ કૃતિમાં મૂકાય છે. યુરોપ, જાપાન, અમેરિકા આ શક્તિના પ્રભાવથી સંસારના વિધાતા બન્યા છે. સામાજિક ઉન્નતિ યા જાતીય ઉત્થાનને એ મૂળાધાર છે. બલિદાન વગર સંગઠન નથી બની શકતુંઅસહકારના જમાનામાં બલિદાન-શક્તિ ઉત્તેજિત થઈ ગઈ હતી. એણે જે કરી બતાવ્યું તે ભારતના ઈતિહાસમાં ચિરકાળ પર્યન્ત યાદગાર રહેશે. કિન્તુ એ આ દેશવ્યાપી અંધકારમાં ખદ્યોત(અગીઆ) ની ચમક હતી.સ્વાર્થ અને ઈર્ષોનાં વાદળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com