________________
વીર-ધર્મને પુનરૂદ્ધાર.
સાંભળનાર અને નથી કેઈ સુધારનાર, આ બધી અધાધુન્ધી સંગઠન-શક્તિને વિકાસ નથી થયે ત્યાં સુધી છે. સંગઠનસૂત્રના દેર પર જ્યારે જૈન જીવન શરૂ થશે, ત્યારે સમાજનું નવજીવન પ્રારંભ થશે, અને અનુક્રમે તેની ચઢતી કળા તેનું પ્રાચીન ગૌરવ તેને પાછું અપાવશે.
ઉપર બતાવેલી “પાર્લામેન્ટ” કઈ પણ મહત્ત્વની કે સાધુશાહીની, કેઈ શેઠની કે શ્રીમન્તની ખાટી શરમ નહિ રાખે. તે પિતાની પ્રજ્ઞા-શક્તિ અને ગંભીર ટષ્ટિ અનુસાર સમાજ-વ્યવસ્થા કરશે. તેમાં બીજાઓને વ્યર્થ વચ્ચે આવવાની અને નકામું માથું મારવાની ચોખ્ખી ના પાડશે. એટલુંજ નહિં, પણ જે રૂઢિ-વ્યવહારે તેને સમાજ હાનિ કરનારા જણાશે, તેને પણ તે ઉખેડી ફેંકી દેવા ચૂકશે નહિં.
ગંગા-પ્રવાહને મૂલગમ જેમ હિમાલયમાંથી છે, તેમ રાષ્ટ્રીય કે સામાજિક ઉન્નતિ–પ્રવાહને મૂલેગમ અકયમાંથી છે. અન્તઃકરણેમાંથી મેલ નિકળી જતાં જ્યારે તેમને પરસ્પર મેળ થાય છે ત્યારે તેઓ એકીભાવના સૂત્રમાં બદ્ધ થાય છે. - અને તેમાંથી જે સંગઠન-શકિત પ્રકટ થાય છે તે જ તે મનસ્વીએને તેમના અસ્પૃદયની ઉપાદાન–સામગ્રી પૂરી પાડે છે. એ સંગઠન-શકિતના પ્રભાવે તેમની અંદરની નબળાઈઓ જેમ જેમ દૂર થતી જાય છે, તેમ તેમ તેઓમાં આત્મબળને વિકાસ તે જાય છે, અને પરિણામે તે મનસ્વીઓને સમાજ દુનિયાની દ્રષ્ટિમાં માનવતે ગણાવા લાગે છે.
આ એકતાનું ફળ છે. પાનાંની રમત જ આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com