________________
સંગઠન.
નેની અંદર આજે કુસંપની જે આંધી ઉઢ રહી છે,
તે સમાજની દારૂણ દુર્ભાગ્યતા સૂચવે છે. મહાવીર દેવે જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને બધાયને સંગઠનના સૂત્રમાં બદ્ધ કર્યા હતા, તેમાં આજે ઠેર ઠેર ફુટ પેસી ગઈ છે. સંસારને સામ્યવાદને મહાન ઉપદેશ આપનાર મહાવીરસ્વામીએ સામ્યવાદી સંઘનું જે મિશન સ્થાપ્યું હતું, તેમાં આજે સામ્યવાદને બદલે વૈષમ્યવાદે સ્થાન લીધું છે; અને તેનું વિષમ વિષ સમાજને વિચિત્ર મેહ-મૂછમાં પટકી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં પ્રાયઃ ફાટપુટ હોય જ. ભાગ્યે જ કોઈ ગામ એવું નિકળશે કે જ્યાંના સંઘમાં કે નાત-જાતમાં તડ પડેલ ન હોય. જે સમાજની આવી છન્ન-ભિન્ન દશા હોય અને જે સમાજમાં ઈર્ષ્યા-દ્વેષનાં ઘનઘોર વાદળ ચારે બાજુ છવાયેલાં હોય, તે સમાજની ચઢતી સમજવી કે પડતી ?
ઇસાઇઓ, મુસભાને અને આર્યસમાજી આગળ વધી રહ્યા છે તે તેમના સંગઠનને આભારી છે. સંગઠન વગર કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com