________________
વીર–ધના પુનરુદ્ધાર.
૧૨
દેશ યા સમાજે કદી ઉન્નતિ સાધી નથી, એ નિર્વિવાદ છે. વીતરાગ-ધમ જેવા ધર્માં મળવા છતાં વેર-ઝેરના કલુષિત અધ્યવસાયે ઉપર કાબુ ન મેળવી શકાય તા તે ધમ મેળવ્યાની અસર શી થઇ ગણવી ? વિચાર–ભિન્નતા એ તે છદ્મસ્થાને નૈસર્ગિક સ્વભાવ છે એક-બીજાની વિચાભિનતા સહી લેવામાં જે આત્મ—ગૌરવ છે, તે કલુષિત પરિણામના ઉભરા કાઢવામાં નથી જ; બલ્કિ તેમ કર્મવામાં તે આત્મ-પતન છે. મધ્યસ્થ વૃત્તિથી, સ્હામા પ્રત્યે હિત–બુદ્ધિથી અને *ાયાળુ વ્યવહારથી સ્ટામાને, પેાતાને સાચું જણાય તે સમજાવવું' એ જ સૌજ જિન્ય-સ્વભાવ ગણુાય. વિચાર-ભિન્નતાને વિરૂદ્ધતાનુ રૂપ આપવું એ ખરેજ માનસિક કમજોરી છે. આપણુા બન્ને હાથ ભિન્ન છે, પણ જો તે એક-બીજાથી વિરૂદ્ધ થઇ જાય, તે તે બન્નેને મેલા અને ગા થવા વખત આવે. તે એક-બીજાની સફાઇ માટે કામ ન આવે, એટલે તે બન્નેના ઉપર મેલનાં થર માઝી જાય અને તેમાં કીડા પડે અને પરિણામે તે બન્નેને સડવાના વખત ભાવે. આ વિરૂદ્ધતાનું ફળ.
જ્યાં બધાનાં હૃદયમાં વીતરાગ–ધમને આરાધવાનુ એક જ લક્ષ્ય-બિન્દુ હોય, ત્યાં સાધારણ મત-ભેદીને મ્હોટાં રૂપ આપી કલહ–કાલાહલ વધારવા એ ડહાપણુ ન ગણાય. જે વિષ્ણુકે—જે મહાજના પેાતાની કે ખીજી નાત-જાતના ગમે તેવા આંટી-ઘુટીવાળા કાયડાને ઉકેલી નાખવામાં અને કજીયા-ઢ’ટાઆને પતાવવામાં ઘણા મહેાશ ગણાતા, તે જ વણિકા—તે જ મહાજનો, બહુ દિલગીરી સાથે કહેવુ પડે છે કે, પાતાના ઘરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com