________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
જૈનધર્મ પાળે છે, પરન્તુ એ જાતિમાંથી સેંકડે ઘર આજે વૈષ્ણવ થઈ ગયાં છે. માળવા તરફના ઘણું “નીમા વૈશ્યા તે જેનધર્મના અનુયાયી છે. બુદેલખંડની “ગહેઈ” વૈશ્ય જાતિ વૈષ્ણવ છે, જેમાં એક “સરાવગી' ગેત્ર પણ છે, જે તેમના જૈન હવાની સાબિતી છે. “અવધ” અને તેના આસપાસના પ્રાન્તના અગ્રવાલે જૈનધર્મ છડી વૈષ્ણવ થઈ ગયા છે. પંજાબ અને બીજા સ્થળના ઘણા અગ્રવાલે જૈનધર્મ છેવ આર્ય સમાજી થતા જાય છે. કેટલાક ઈતિહાસનું કહેવું છે કે અગ્રવાલ બધા પહેલાં જૈન હતા. પણ આજે તે એ જાતિને બહુ હેટે ભાગ હિન્દુ ધર્મને માને છે.
આ બાબતમાં જેમ જેમ વિશેષ અન્વેષણ કરવામાં આવે તેમ તેમ વધારે પ્રકાશ પડવા સંભવ છે. જેનોની વ્યાપકતા એક વખતે ચોમેર ફેલાયેલી હતી, તેને બદલે આજે જે આટલી સંકુચિતતા છે, તે જ એ વાતને સ્પષ્ટ સાબિત કરે છે કે, જેનેને બહુ મહેાટે ભાગ જૈનેતર ધર્મોમાં અને જૈનેતર જાતિઓમાં વખતે વખત ભળતે ગયો છે. મદ્રાસ પ્રાન્તમાં ઈસાઈઓનું મિશન બહુ કામ કરી રહ્યું છે. કહેવાય છે કે, તે તરફના લગભગ એક લાખ જેની ઈસાઈ ધર્મની દીક્ષા લઈ ચુક્યા છે. અગાઉ જૈનાચાર્યોએ દરેકને માટે જેનધર્મના દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા. પૂર્વકાળમાં “શુદ્ધિ” નું મિશન જેનોમાં ખૂબ ધડાધડ ચાલતું હતું. મારી ધારણ પ્રમાણે, હું ન ભૂલતે હોઉં તે આજની જૈનજાતિને માટે ભાગ “શુદ્ધિના મિશનથી જૈન બને છે. પરંતુ અફસોસ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com