________________
અન્તિમ ઉદ્ગારે,
૧૫૩
ફેલાયેલી છે તેના ઝપાટામાં ન આવતાં, તેનાથી ન ડરતાં અને તેને વધારવાની ચેષ્ટા પણ ન કરતાં, મહાવીરને નામે, જૈનશાસનને નામે, સમાજના કલ્યાણ ઉપર દષ્ટિબિન્દુ રાખી, તેના હિતની ખાતર શક્તિભર પ્રયત્ન કરતા આગળ વધે !
શાતવૃત્તિથી વિચાર કરવાની જરૂર છે કે, હેટાં મોટાં દેરાસરો, હેટા મહેટા મુગટો, તથા સંઘ, ઉજમણું વગેરેની પાછળ જેટલો ખર્ચ કરાય છે, એટલે સમાજસુધારાની દિશા તરફ કરાય છે ખ? મિત્રો ! તમને નથી લાગતું કે દુનિયાની બીજી કેમે પિતાના સમાજને આગળ ધપાવવા મહાન પ્રયને સેવી રહી છે, ત્યારે જેનો એ દિશા તરફ બહુ ઓછું ધ્યાન આપે છે? આ બેદરકારી સમાજની પડતી દશાનું કારણ નથી શું? દેરાસર, સંઘ, ઉજમણુ વગેરે તરફ જે ધનને વહેળો વહે છે તે સમાજપુષ્ટિનાં કાર્યો તરફ વળે તેમાં કંઈ હરકત ખરી? અને એમ કરવું એ સમાજક્ષેત્રના વિકાસ માટે બહુ જરૂરનું છે એ વાત તમારે ગળે ઉતરે છે વારૂ!
સમાજ કેવી રૂણ દશામાં છે એને ખ્યાલ તમને આવે છે કે સમાજની રૂષ્ણ દશા વધતી ચાલી, તે દહેરાં વગેરેને લાભ તે લઈ શકવાને કે? સમાજની રુણ દશા વધતાં ‘દેરાસર વગેરે સંસ્થાઓની શી દશા થાય એની તમને કંઈ ગમ પડે છે?
મારા નમ્ર મત પ્રમાણે આજે સમાજ ઉન્નતિ પર હાય એવું એકકે ચિન્હ દેખાતું નથી. બલકે વિનાશના પંથે તેની વેગભરી ગતિ થઈ રહી હોય એમ લેવામાં આવે છે. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com