________________
૧૫૪
વીર-ધર્મને પુનરુદ્ધાર.
બીમારી પારખવાની જરૂર છે. લગ્નાદિક પ્રસંગે તથા દેહરા, સંઘ, ઉજમણાં વગેરેની પાછળ થતા અઢળક ખર્ચીને ઓછા કરી તે ધન-રાશિ સમાજની રોગ-ચિકિત્સામાં લગાવવાની આવશ્યકતા છે. એ દ્રવ્યરાશિની બચત એટલી બધી માટી છે કે એ દ્વારા એક કે બે વર્ષમાં જ મોટી “જેન યુનિવર્સિટી” ઉભી કરી શકાય. એ ધન-રાશિને સમાજ-સુધાર તરફ ફેરવતાં સારાં સારાં ગુરૂકુલે, વિદ્યાપીઠ, કેલેજે, બ્રાચર્યાશ્રમ, કન્યાવિદ્યાલયે, હોસ્પીટલે, ઉઘોગશાળાઓ વગેરે સંસ્થાઓ ખાલી શકાય. એ વસુધારાથી ગરીબ મધુઓને ગરીબાઈના પંજામાંથી છોડાવી શકાય. આ રીતે સમાજમાં ઉત્તમ વિદ્વાને તથા જબરદસ્ત બલવાનનાં મંડળ ઉત્પન્ન કરી શકાય; આ રીતે વિદ્વાન દ્વારા જૈન સાહિત્યને ઉદાર, વિકાસ અને પ્રસાર કરી દેશ-વિદેશના મોટા મોટા સ્કેલનાં માથાં ધુણાવી શકાય; આ રીતે આર્યસમાજીઓ તથા ઇસાઈઓની જેમ, ભિન્ન ભિન્ન લેકભાષાઓમાં જનધર્મનાં તત્ત્વ અને ઉપદેશનાં
હાનાંમોટાં પુસ્તકે દુનિયામાં ફેલાવી અહહ્મવરસનને પ્રચાર કરી શકાય, આ રીતે ઉપદેશકે અને વ્યાખ્યાતાઓ દ્વારા જૈનશાસનને ચોમેર મહિમા ફેલાવવાની સાથે નવા જૈનો પણ સંખ્યાબંધ વધારી શકાય, આ રીતે બલવાનેદ્વારા તમારાં તીર્થ, ધર્મ કે સમાજ પર હમ લઈ આવનારાઓને પણ સીધા કરી શકાય. અને હુંકાં, આ રીતે ભાવી સમાજને એ ઉત્પન્ન કરી શકાય, કે જેમાંથી મોટા શક્તિશાળી યુગપ્રધાને ઉત્પન્ન થઈ, આખા મંડળ ઉપર “જિનશાસન” ને વિજયવાવટા ફરકાવવા સમર્થ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com