________________
૧૫૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
રહેવાને આ વખત નથી. મહાવીર દેવની પરંપરામાં આવેલા તમે પોતાને “વીર–સંતાન' જાહેર કરો! અને તમારી ઓલાદને “ક્ષત્રિશા સ્ત્રાવાળા: ” ના વીર–પાઠ ભણાવે ! ખૂબ સમજી રાખો કે આ રાજનીતિક અને મજહબી કટેકટીના દારૂણ સમયમાં બુદ્ધિ અને શક્તિ, વિદ્યા અને વીરતા ખીલવ્યા વગર હગિજ નહિ ચાલે. જે સમાજમાં સમયજ્ઞાન, કર્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહીં આપવામાં આવે તે સમાજને સહુથી નીચે તળીયે બેસવાને વખત આવશે.
અન્દર અદરનાં તમારાં વેર-ઝેરથી, ઘર-ઘરના તમારા ઝગડા-રગડાથી, તમારામાં સારો સાધમિક-વાત્સલ્યભાવ છાં પડી જવાથી, તમારામાં સંગઠન–શક્તિ ન હોવાથી અને તમારી નાતજાતના હાનિકારક રીત-રિવાજેથી તમારે સમાજ કે ખુવાર થતું જાય છે, તમારી વસ્તી-સંખ્યાને કેટલો વિનાશ થઈ રહ્યો છે, એની તમને કંઈ ખબર છે કે? તમારૂં તરવજ્ઞાન ઉંચું છે, તમારા સિદ્ધાંતે મહત્વશાલી છે અને તમારી સાહિત્ય-સમૃદ્ધિ શ્રેષ્ઠ છે, દેશના વેપાર-ધંધાએમાં પણ તમારું સ્થાન ઉંચું છે, આમ દરેક રીતે તમે સાધનસમ્પન્ન છે, છતાં પણ તમારા સમાજની કેવી અપેગતિ થઈ રહી છે, એ તમારી સમજમાં કંઈ આવે છે કે? સમાજની વધતી જતી દુર્દશા માટે તમારા દિલમાં ખરેખર જે દર્દ ઉત્પન્ન થતું હોય તે કોઈના પણ પક્ષઘાતરૂપ પક્ષપાતમાં ન આવે ! અને હિમ્મતપૂર્વક વિનાશકારક પદ્ધતિથી અલગ થઈ જાઓ! શ્રેષ-દાવાનળની લ્હાય સમાજમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com