________________
અન્તિમ ઉગારે
૧૩૧
( ૨ )
આજે અન્ય ધર્મવાળાઓ પિતાના ધર્મને ફેલા કરવા બીજાઓને પોતાના ધર્મની દીક્ષા આપે છે, બીજાઓને પિતાના ધર્મમાં લેવા ભરસક પ્રયત્ન કરે છે, ત્યારે જેનોની ચાલ એથી ઉલટી દેખાય છે. જે જૈનોના પૂર્વ ગરાસીયા, રજપૂત, ક્ષત્રી વિગેરે બીજી કોમેની જનતાને-દુર્વ્યસની જનતાને પણ ઉપદેશ આપી, બંધ આપી, દુર્બસને છોડાવી, શુદ્ધ કરી પિતાના ધર્મમાં દાખલ કરતા હતા અને એ રીતે જૈનસંખ્યામાં વૃદ્ધિ કરી જેનધર્મને ફેલાવે કરતા હતા, તે જેનોમાં આજે નવા જેનો બનાવવાની પ્રવૃત્તિ તે ઉડી ગઈ છે અને વધારામાં, તેઓમાં અજર અનારજ પિતાના ધર્મબંધુઓને અપમાનપૂર્વક પોતાના ધર્મમાંથી બહાર કાઢવાની ચેષ્ટા થાય છે! વાણિયા યા જેનો વિદ્યાવ્યાસંગમાં પછાત હાઈ, તેમનામાં ધામિકજ્ઞાનવિશાળતા અને ધાર્મિક ઉતારભાવના ઓછી હેય, પણ જેઓ ધમધુરન્ધર પદે બિરાજેલા છે, તેમાં પણ અધિકાંશ એવા સાંકડા મનના અને સંકુચિત વૃત્તિવાળા છે કે જેમને,આજની દુનિયાને પ્રવાહ કઈ તરફ વહે છે, અને ધામિક ઉદારતા કેવી હોય એની ખબર નથી. આગેવાનો અને શ્રીમાને બીચારા સંસારી વલોપાતમાંથી અગર આનંદવિલાસમાંથી પોતાનું માથું ઊંચું કરી શકતા નથી, જ્યારે મુનિવરેામાં બહુ મોટે ભાગ એ છે કે, જેમને ધાર્મિક બંધારણનું પુરતું જ્ઞાન નથી; સાથે જ તેઓમાં અંદર અંદર ઈષ્યદ્રષનાં ઘનઘોર વાદળ એવાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat