________________
૧૩૦
વીરધર્મને પુનરુદ્ધાર.
આગ્રહ કાં? ક્રિયા કરતાં સમતા હાટી છે. ક્રિયારહિત પણ સમતા કલ્યાણકારક થાય, પણ સમતાવિહીન કિયા તે વિફળ છે. ભિન્ન પદ્ધતિની ક્રિયા કરતાંય જે સમતામાં રમણ હોય તે લાભ છે, જ્યારે સ્વસમ્પ્રદાયની ક્રિયાનું સંપૂર્ણ વિધાન પણ કષાયયુકત હોય તે વિફળ છે. કિયાને મુદ્દે માત્ર એટલે જ છે કે તેમાં પરમાત્માનું સ્મરણ હોય અને પવિત્ર આચરણ હેય; પરમેશ્વરની સ્તુતિ હોય અને પિતાનાં દુષ્કાની નહીં ચા આચના હેય, ઉચ્ચ વિચારો હોય અને પવિત્ર ભાવના હેય. આ મુદ્દા બરાબર હોય તે, ગમે તે પ્રકારની–ગમે તેવી વિદિવાળી–ગમે તેવી જનાવાળી પણ ક્રિયા શ્રેયસ્કર છે, એમાં કોઈએ જરાપણ શંકા લાવવા જેવું નથી.
વાંચનાર! તમારા વિચારપ્રદેશમાં કદી એવી કલ્પના ઉત્પન્ન થાય છે કે તમામ ગચ્છના સાધુઓની માટી સભા એકત્ર થાય અને મધ્યસ્થપણે રીતસર છૂટછાટ મૂકી તમામને માટે એક “ક્રિયા” અખત્યાર કરવાનો નિર્ણય કરે. આવો નિર્ણય કરવા એકત્ર થનારી સભાનું અધિવેશન તો “માથુરી” અને “વલભી” સભાનું સ્મરણ કરાવે ત્યારે એને કા–પ્રદેશ કેટલી વિશિષ્ટતા ધરાવતે લેખાય !
આવી કલ્પનાને જ જ્યાં ઉદય નથી, ત્યાં એટલે સુધી દેડ લગાવવાની વાત કરવી નકામી છે. સમયપરિવર્તન સહકત રૂચિભેદનું વૈચિચ્ચ વિચારતાં પણ એટલે સુધી મને રથ લઈ જ અસ્થાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com