SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-ધર્મના પુનરુદ્ધાર. વસ્તુ ગ્રહેણુ કરવા બદલ યા અમુક વસ્તુ ગ્રહણ ન કરવા બદલ કજીયા કરે કે ? ભગવન્મૂત્તિ-ઉપાસનારૂપી મિઠાઇ જેએ પડતી મૂકે છે તેમને તે મિઠાઇની વાસ્તવિક મિઠાશ સુહૃદભાવથી જો સમજાવવામાં આવે તે બહુ ફેર પડે; પણ તે ખાતર તેમની સાથે વૈર–વિરાધ તા ન જ કરાય. ભગવન્મુત્તિ–ઉપાસનાના ઉદ્દેશ કષાય -શાન્તિ છે. એના જ માટે ભગવન્મુત્તિનું આલમ્બન છે. હવે વિચાર કરવાની વાત છે કે જે મૂત્તિ કષાય—શાન્તિ માટે છે, તેનીજ ખાતર કષાય-વૃદ્ધિ કરવી એ કયાં સુધી ઉચિત છે! તેનેજ આશ્રીને કષાય વધારીએ,તે તેની ઉપાસનાને ઉદ્દેશ કયાં રહ્યો ! સ્થાનઃવાસીએ પણ સમજી જાય કે જે કષાય-શાન્તિ યા આત્મકલ્યાણને માટે એક વધુ સાધનના ઉપયાગ કરે છે, તેઓ કઈ ખાટુ' કરે છે કે I એ તેમની પાતાની રૂચિની વાત છે કે, તેઓ ઘેખરને ગ્રહણ ન કરે; પણ જેમને તે રૂચે છે તેમની અવહેલના તા તેમનાથી કરાયજ કેમ! ખરેખર, જેઓ પાતપાતાના રૂચતા ક્રિયા–માથી કષાય–શાન્તિના અભ્યાસ કરી રહ્યા હોય, તે ક્રિયા–માગ ખાતર ખીજા સાથે કષાય–વનની પ્રવૃત્તિ કેમ આચરે ! ક્રિયામા કષાય–શાન્તિ માટે છે, તે ક્રિયાભેદ જોઇને કષાય કેમ સેવાય ? આ મુદ્દાની વાત મતવાસીઓ જો સમજી જાય તે વિચારભેદ યા મત–ભિન્નતા રહેવા છતાં પણ તેમનામાં સૌમનસ્ય જળવાઈ રહે એમાં શક નથી. એવીજ રીતે દિગમ્બર-મૂત્તિ તરફ પણ ઘણા લાવવાનું કઈ કાણુ નથી. શ્વેતામ્બર્–દિગમ્બરે એક-બીજાનાં મન્દિરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૪ www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy