________________
સાધુ-સંસ્થા.
૧૨૫
તરફ આદર બતાવે તો તેમાં તેમને કંઈ ખોટ ન જાય.ઉલટું તેમનાં મને માલિન્ય દૂર થાય અને તેમનામાં મંત્રીભાવ જાગે. અને એ રીતે તેમનું પારસ્પરિક સંગઠન થતાં સંઘ-બળ કેટલું વધે ઘણુ વખતથી વિખુટા પડેલા એ મોટા સમુદાયેના બને જથ્થા એકત્રિત થતાં તેમનામાં જે બળ પ્રગટે એ કેવું અસાધારણ હાય ! એ બન્ને દરિયાઓનાં પૂર એક-બીજામાં ભળી જતાં હું ખરેખર કહું છું કે, પૃથ્વી-મંડળના તમામ ધર્મોમાં સહુથી ઉંચું આસન જૈન ધર્મને પ્રાપ્ત થાય. આ “શેખસલી ” ના જેવી વાતે હું નથી કહી રહ્યો. આ શક્ય (Possible) છે એટલે કહી રહ્યો છું. કેમકે એ બને સમુદાયે પરમાત્મા મહાવિરના, અહંન દેવના, નિભ્ય-પ્રવચનના અને સ્યાદ્વાદ– દર્શનના ચૂસ્ત પૂજારી છે. તે બન્નેનું તત્વજ્ઞાન તદ્દન એકજ છે. અમુક જુજ બાબતેને બાદ કરતાં આખું પ્રવચન તે બનેનું એકજ છે. તે બન્ને વર્ગોમાં મોટા મહેટા સમર્થ તત્વજ્ઞાનીઓ અને ગ્રન્થકાર થયા છે અને એ પ્રચંડ વિદ્વાન તરફથી એ બને સમુદાયના સાહિત્ય–ભંડાર સમૃદ્ધિશાળી બનેલા છે. દરેક વિષયના ભારે ભારે ગ્રન્થ એ અને સમુદાયમાં મજુદ છે. એ બને હેટા પેઢીદાર શ્રીમાને છે. એ બંનેનાં જમ્બર તર્કશાસ્ત્રો એક બીજાને મદદગાર થઈ પડે તેવાં મહત્ત્વપૂર્ણ છે. એ બન્નેની ગંજાવર તિજોરીઓમાં ભારે કિસ્મતી ઝવેરાત ભર્યા પડયાં છે. આવા એક પિતા–પરમપિતાના સમૃદ્ધિશાળી પરિવાર સગા ભાઈ છે. એટલે મને માલિન્ય દૂર થતાં અને ઉદાર દષ્ટિ તથા વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com