________________
૧૨૦
વીર-ધર્મને પુનરુદ્ધાર.
અને મૂર્ખ સાધુઓની માન–પૂજા સરખી થતી દેખી વિદ્યાભ્યાસને નકામો સમજી બેઠા છે અને તેઓજ વાણિયાઓનું મનોરંજન થાય એટલા પુરતું શિખી લેવામાં પિતાના જ્ઞાન-વૈભવની ઇતિશ્રી સમજતા હોય છે ! જ્યાં સાધુઓની જ પ્રાયઃ આ સ્થિતિ છે, ત્યાં સાધ્વીઓની વાત કયાં કરવી!
પણ! આમ તે ગાડું ક્યાં સુધી ચાલશે!
ચોખ્ખી વાત એ છે કે, સાધુ-સંસ્થાની અદશાનાં મૂળીયાં તેના સંગઠન-વિચછેદના તળમાં સમાયાં છે. સંગઠન શક્તિને વિકાસ થયા વગર એ સમાજના સડા દૂર થવા શક્ય ન હેઈ, વિનાશને પથે તેનું વાહન વહેતું રહેવાનું. સાધુસંસ્થાના સમુદ્ધાર માટે સાચી ધગશ ધરાવનાર મહાનુભાવોએ અન્દર–અન્દરનાં વેર-ઝેર દબાવવા એવી લાઈન ગઠવવી જોઈએ કે ધીરે ધીરે સંગઠનને માર્ગ સરળ થઈ જાય. તે જ સાધુ-સમાજનું ભલું થયું છે. નહિ તે એ મહાન સંસ્થાનું તેજ આજે એટલું બધું હણાઈ રહ્યું છે-હણાતું જાય છે કે, તે સંસ્થાનું ભયંકર ભવિષ્ય સાદી અક્કલને માણસ પણ ખુલી કલ્પનાથી જોઈ રહ્યો છે. ખેર.
બીજી વાત અમ લોકોને માટે એ ધ્યાનમાં લેવા જેવી છે કે અમારે અમારી ઉપદેશ શૈલીને ઉચિત માત્રામાં ઉદાર બનાવવાની જરૂર છે. લીલવણી સુકવણી જેવી બાબતે તરફ સમાજને આકર્ષવાને જેટલો પ્રયત્ન થાય છે, તે તેને નૈતિક જીવન વિષેના ઉપદેશ પૂરા પાડવામાં નથી થતું, એ ટી ખામી છે. વળી વ્યાખ્યાનનું ઔચિત્ય પણ સમજવાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat