SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા. છે. તેમના લડાઈ–ઝઘડાનાં પ્રદર્શને, તેણીએ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં બરાબર ખુલ્લાં મૂકી દે છે. ભણવા-ગણવાને ઉત્સાહ તે તેમનામાં છે કયાં ? લક–દેખાવ સારૂ જૈન-શાળાના શિક્ષક પાસે જરા ટેટે કરી આવશે. બસ, પછી પત્યું. સાધ્વી-સંસ્થા” ઉપયોગી અને મહાન ઉપયોગી હોવા છતાં આજે તે વર્ગ મોટે ભાગે નિરૂપગી જે થઈ પડયો છે. મહટે ભાગે તેમની દિનચર્યા સીવવા-સાંધવામાં કે કપડાં ધોવામાં પુરી થાય છે. તેમને વખત ઘણે ભાગે સંસારી બાઈઓની જેમ કથળીમાં અને ગામ-ગપાટા હાંકવામાં પસાર થાય છે. તેઓ પણ ખંતથી અભ્યાસ કરી જ્ઞાને પાર્જન કાં ન કરે !તેઓ પણ વિદ્યાભ્યાસમાં આગળ વધી વિદુષી કાં ન બને ! તેઓ પણ સંસ્કૃત, પ્રાકૃત અને સૂત્ર-સિદ્ધાંત તથા દાર્શનિક ફિલસુફીમાં પાંડિત્ય સંપાદન કરી સરસ ધર્મોપેશિકા કાં ન બને! વ્યાખ્યાને અને ધર્મોપદેશદ્વારા તેઓએ સમાજ અને શાસનને ઉપયોગી નિવડવું જોઈએ. અને એ માટે વિદ્યાવ્યાસંગની સખ્ત જરૂર છે, એ તેમના ધ્યાનમાં ઉતરવું જોઈએ. પણ સાધુએના ધ્યાનમાં હજી એ નથી ઉતરતું, ત્યાં પછી સાધ્વીઓની વાતજ કયાં કરવી? સાધુએજ નિરંકુશપણે દીક્ષાની મોજ-મજા માણવામાંથી ઉંચા આવતા નથી, તેમને જ નિરક્ષરોના સહવાસમાંથી નિકળી વિદ્વાનોના સત્સંગમાં રહેવાને ઉમંગ કે ઉત્સાહ જાગ્રત થતાં નથી, તેઓ જ વિદ્વાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy