________________
૧૧૮
વીર–ધર્મને પુનરુદ્ધાર. ઝટ વેષ ધારણ કરી લે છે. આમ શ્વેતાંબર કે સ્થાનકવાસી સમુદાયમાં શીઘ્ર વેષ પહેરાવી દેવાનું બહુ વધી ગયું છે. દીક્ષા ન લે ત્યાં સુધી તે ઉમેદવારને માન-સમ્માનથી રખાય, ઘણુ પ્રેમ-વહાલ દેખાડાય, અને એ રીતે પ્રયત્ન કરતાં પક્ષી” ફાસલામાં આવ્યું કે પછી જોઈ , કેવા દંડા ઉડે છે ! એક તે નારીજાતિને તેની અજ્ઞાનદશાએ ઝગડા-ખેર કરી જ મૂકી છે અને એથી જ એ ત્યાં સુધી ગવાય છે કે –
ચાર મળે એટલા કચ્છના વાળ એટલા.”
ચાર મળે ચોટલા કચ્છના ભાગે રોટલા.”
તેમાં વળી દીક્ષાને હોદ્દો મળે, પછી શું પૂછવું ! હા, જેમના આત્માઓ જ્ઞાન-સંયમની શિક્ષાઓથી વિભૂષિત છે, જેઓ વૈરાગ્યવાસિત છે અને જેઓ પાપભીર હાઈ ચારિત્રસાધનમાં સતત દત્તચિત્ત રહે છે, તેઓ ખરેખર વંદનીય મહાત્મનીઓ છે. તેમને પૂર્વોક્ત ટીકા સાથે કંઇ ય ન લાગે વળગે. તેવી શ્રમણુઓ તે મહિલા–સમાજને સુધારવામાં શ્રમ કરતાંય વધારે સફલપ્રયત્ન થાય. એવી શ્રમણીઓનું ચારિત્ર વિશ્વ-કલ્યાણ માટે પણ શ્રમણ-જીવનના જેટલે દરજજે જરૂરી અને ઉપયોગી છે. અને હું તે એટલે સુધી કહેવાની રજા લઈશ કે, બાઈઓનાં જે વિવેકપુરસ્સર ઉપધાન થાય તે તેવી ભિક્ષુઓના આશ્રય નીચે થાય, જ્યારે સાધુએ પુરૂષને તે કરાવે, પણ એવી કેટલી નિકળશે! માટે ભાગ તે ઝઘડાખેાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com