________________
આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ ૧૦૩ પ્રમાણમાં હોય એ બિકુલ સ્વાભાવિક છે. છતાં બ્રહ્યચર્યાને આદર્શ તેવા સજજનેની દ્રષ્ટિ બહાર ન હોય. કમમાં કમ, પહેલી ઉમ્મર, જે બ્રહ્યચર્યનું મન્દિર ગણાય છે, તેમાં તે મહાન દેવતાનું આરાધન થવું જરૂરનું છે. માનવ-જીવનના ચાર ખંડે પૈકી પહેલા ખંડમાં બ્રહ્મચર્ય દેવ વિરાજમાન છે. તેનું અપમાન યા વિરાધન કરવું એ પોતાના જીવનને અધોગતિમાં પટકવા રૂપ છે. બ્રહ્મચર્યાશ્રમને યેાગ્ય રીતે સાધન કરીને જ પછી આગળના ખંડમાં જવાનું છે. એ આશ્રમને જે ભંગ કરે છે તે ઈશ્વરીય આજ્ઞાને ભંગ કરે છે, અને પોતાની જિન્દગીની દુગતિ કરે છે.
જેમ દૂધમાં માખણ રહેલું છે, તેમ લેહીમાં શુક-વીય વિદ્યમાન છે. દૂધનું મથન કરીને તેમાંથી માખણ કાઢી લેવાથી તે દૂધ નકામું બની જાય છે, તેમ શુક્ર નિકળી જવાથી રક્ત નકામું બની જાય છે. જેટલું શુક્ર નષ્ટ થાય છે તેટલા પ્રમાણમાં રક્ત નકામું બની જાય છે. શુક એ રક્તને યા શરીરને પરમત્કૃષ્ટ અંશ છે. જેટલા પ્રમાણમાં તેની રક્ષા કરાય છે તેટલા પ્રમાણમાં શક્તિ-લાભ વિશેષ પ્રાપ્ત થાય છે.
સુપ્રસિદ્ધ હાકટર નિકસને મત છે કે, શુક શરીરને રાજા છે. જે સ્ત્રી-પુરૂષનાં જીવન પવિત્ર અને સંયત હોય છે
તેમના શરીરમાં આ પદાર્થ વધારે પુષ્ટ બનીને તેમને વધારે ને - વધારે સાહસી, ધર્મશીલ, દીર્ધાયુ અને આનંદિત બનાવે છે,
જ્યારે મા પહાથને નાશ માણસને દુર્બળ તથા અસ્થિર–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com