________________
૧૦૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
અથ–સંસારના તમામ પ્રકારના ભેગેના લાભ કરતાં તેને ત્યાગ એ વધારે કિસ્મતી છે. વિષય-વાસના પર જેણે વિજય મેળવ્યું છે તેને વિજયનાદ સમગ્ર બ્રહ્માંડ પર ગાજી રહ્યો છે.
દરેકે દરેક ઈન્દ્રિય પર કાબુ મેળવ્યા સિવાય સંપૂર્ણ બ્રહ્મચર્ય સાધી શકાતું નથી. પણ આ બ્રહ્મચર્ય તે એકદમ ઉંચી કક્ષાનું છે. અહીં આપણે જે વાત કરવાની છે તે વીર્યનિષેધરૂપ બ્રહ્મચર્ય સંબંધી છે. વીર્યના પતનમાં શક્તિનું પતન છે. જિન્દગીના છેડા સુધી પણ એવું પતન જેનું થયું નથી, તેના આત્મબળની શી વાત કરવી! તેના અભ્યયનું શું પૂછવું ! આવા મહાત્માઓ પૂર્વકાળમાં થયેલા છે એ આપણે કથાઓથી જાણીએ છીએ. અત્યારે પણ કઈ હોઈ શકે. બ્રહ્યાચર્યને મહિમા અપાર છે. આજ સુધીમાં જેટલાં મહાન કાર્યો થયાં છે અને જેટલા મહાન આત્માઓ થયા છે તે બધા બ્રહ્મચર્ય વ્રતના સાધનથી. બ્રહ્મચર્યને રસાસ્વાદ જેણે બરાબર જાણે છે, એ મહાન શક્તિની મહત્તા જેણે બરાબર પીછાણી છે તેને ગમે તેવા આદર્શ વિવાહમાં જોડાવું પણ મેલ ચુંથવા બરાબર ભાસે છે. વિવાહ–સંસ્થા એ ગમે તેમ પણ એક રાતના દુર્બળ મનના માણસને રહેવાની ભૂમિકા છે. ગૃહસ્થાશ્રમ ગમે તેમ પણ અશકતાશ્રમ ગણાય. એ સંસ્થામાં ગમે તેવી નિયમિત રીતે રહેવામાં આવે, છતાં પણ તેઓ બ્રહ્મચર્યના માર્ગે વિચરનારાઓ આગળ ઠીંગણુ વામન જેવા દીસે છે. જગત્ માત્ર વિષયના કાદવમાં લપેટાયું છે, એટલે વિવાહની સંસ્થામાં દાખલ થનારાઓ હંમેશાં પુષ્કળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com