________________
१०४
વીર-ધર્મને પુનરુદ્ધાર.
ચિત્ત બનાવે છે. એથી તેમની શારીરિક અને માનસિક શક્તિએને હાસ થાય છે અને શરીરયન્ટની ક્રિયા મન્દ પી જાય છે. આખરે એનું પરિણામ મૃત્યુમાં આવે છે.
૫ ભારતવર્ષમાં વિદ્યારંભ–સંસ્કારના સમયે બાળકોને બ્રહ્મચર્યના મહિમાને સદુપદેશ અપાયા કરતે. આચાર્ય કે ગુરૂ શિષ્યને પ્રતિદિન બ્રહ્મચર્ય પાળવાનું શિખવતા. તેમને આ પુનીત માર્ગથી વિચલિત ન થવા લા. પ્રત્યેક બાળક અને બાલિકા ચોગ્ય ઉમ્મર સુધી અખંડ બ્રહાચર્યપૂર્વક વિદ્યા સંપાદન કરીને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં. પણ દુર્ભાગ્યવશ સમયે પલટે ખાધે છે, અને તે એ કે જે એકના સાધનથી બધું સધાતું હતું, તે બ્રહ્મચર્યના સાધનનું વિધાન જ આજે લુપ્તપ્રાય થઈ ગયું છે.
સમાજની અધોગતિ થવામાં મુખ્ય કારણ બ્રહ્મચર્યને નાશ છે. આજે વિષમય વાતાવરણ દિવસે દિવસે બહુ વધતું જાય છે. બાળક અને યુવકનાં ચરિત્રામાં વધારે સડે પેસ જાય છે. તેમને પહેરવેષ, તેમની રહેણી અને તેમની રીતભાત કામવાસનાને પોષણ આપનારાં હોય છે. માબાપને તેમના બાળકના ચારિત્ર માટે ધ્યાન આપવાની ફુરસદ નથી. રસ્કૂલ અને કોલેજોનાં વાતાવરણ પણ કંઈ ઓછાં મેલાં નથી. વૃતો દુનિયાના કિનારે બેઠા છે, જ્યારે યુવકે અધિકાંશ છેલછબીલા બની વિષયવિલાસ શોધતા ફરે છે. નાટક-સીનેમા અને હોટલના શેખ તેમને ખુવાર કરી રહ્યા છે. ગારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com