________________
જેનેનું કર્તવ્ય
તરફથી કમીશનમાં વકીલ નીમાયા હતા. અને તેઓ અત્યારે ઉદેપુર સ્ટેટના સલાહકાર બન્યા છે, તેથી જ સ્ટેટ આજે આ નિર્ણય બહાર પાડે છે.
કનૈયાલાલ મુનશી, કેગ્રેસના આગેવાન છે. લેકસભામાં પણ તેઓનું સ્થાન જવાબદારીવાલું છે. આ જ કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના હક્કને નાબુદ કરવા માટે તેઓ પિતાની બુદ્ધિ-શક્તિને અત્યારે વ્યય કરી રહ્યા છે. કેશરીયાજી તીર્થને હક, “વેતાંબર જેને છે, એ માટે અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી, ખુદ શ્રી કેશરીયાઝતીર્થના મંદિરના મૂલનાયક ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના કટી પ્રદેશ પર કંદોરે છે. પરિકર આદિની રચના તેમ કહી આપે છે કે, કેશરીયાજી તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનું જ છે. તીથની ધાર્મિક મીલ્કત પર હસ્તક્ષે૫–
ગેઝેટમાં રાજ્ય જે જણાવે છે, એ કહી આપે છે કે, રાજ્યના સત્તાધીશોને ધ્વજાદંડની વિધિનું પણ જ્ઞાન નથી. ગેઝેટમાં જણાવવામાં આવ્યું છે કે, “ક્રિયા શરૂ કરવાના હક માટે બે પક્ષે વચ્ચે હરિફાઈ થાય તે આ હક્કનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખવે, તે જ પ્રમાણે બેથી વધારે પક્ષો હોય તે તે પછીના પક્ષોએ પિત–પિતાના વચ્ચે આ હક્ક માટે ઉપર મુજબ લીલામ કરવું.” આ કેવું વિચિત્ર ફરમાન ?
પૂજા, પ્રક્ષાલ, આદિ માટે બે ચાર કે વધારે વખત બોલી બેલાય એ સંભવિત છે, કેમકે તેમાં એકથી વધારે વખત તે ક્રિયા થઈ શકે છે. જ્યારે ધ્વજદંડ માટે એ હકીક્ત સંભવિત નથી, કારણકે ધ્વજદંડ એક વખત ચઢાવ્યા પછી, ફરીફરી એ ધ્વજદંડ
ચઢાવાતું નથી. આટલી બધી સ્પષ્ટ, તેમજ સમજી શકાય તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com