________________
જેનેનું કર્તવ્ય
: ૮ :
અંગેના જોરદાર આંદોલને શરૂ થયા હતા, અને શ્વેતાંબર પક્ષની માંગણુને ધ્યાનમાં લઈ રાયે આ કમીશન નીમ્યું હતું, જેમાં આપણું તરફથી સર ચીમનલાલ સેતલવડ અને મકનજી જૂઠા બેરીસ્ટર તથા પાછળથી ચીમનલાલની ગેરહાજરીમાં મોતીલાલ. સેતલવડ હતા. કમીશનનું કામકાજ ચાલ્યું, ને લગભગ એક વર્ષની અંદર કમીશને પિતાનો ચૂકાદે રાજ્યને સોંપી દીધે, છતાં આપણે આપણા તરફથી તે ચૂકાદો મેળવવાના જોરદાર પ્રયત્નો ન કર્યા, એ વાત પણ સાચી છે. રાજ્યને આમાં જેટલી ગરજ ન હતી તેના કરતાં વધુ ગરજ આપણને હોવી જોઈએ; પણ એમ ન બન્યું, જેથી આજે વર્ષો થયા પછી, રાજ્ય કમીશનના ચૂકાદાને નામે પિતાની મનફાવતી હકીકતે આપણું આગળ મૂકી શકે છે.
આ ચૂકાદો કદાચ સાચે હય, જો કે સાચે હોવો સંભવિત નથી; કારણ કે કમીશનમાં નીમાએલા જવાબદારી સભ્યોની પ્રમાણિકતા માટે શંકા લાવવાનું હાલ કાંઈ કારણ આપણને જણાતું નથી, માટે જ આપણે એમ કહી શકીએ કે કમીટીના ચારે સભ્યોમાંથી ત્રણ હિંદી સભ્ય આજે જ્યારે હયાત નથી અને ચોથા યુરોપીઅન સભ્ય પોતાના દેશમાં જઈ વસ્યા છે, ત્યારે રહી રહીને કમીશનને ચૂકાદે ઉપુર સ્ટેટ અત્યારે શા માટે જાહેર કરે છે ?
આ સંબંધમાં બીજી પણ હકીક્ત આ ચૂકાદાની અપ્રમાણિકતાને નિશ્ચિત કરે છે. સ્ટેટના આ ચૂકાદા માટે કોઈની ભૂલ પ્રેરણું જવાબદાર છે? એ તમારે ખાસ જાણવા જેવું છે. આ નવાં બંધારણમાં તેની ભૂમિકારૂપે જે જણાવવામાં આવ્યું છે તે મુજબ મહારાણા પ્રતાપના જન્મ દિવસે મેવાડ રાજ્ય તરફથી આ નવું બંધારણ ઘડી કાઢવામાં આવ્યું છે, તેમાં કનૈયાલાલ મુનશીની સલાહ મુજબ બધું થયું છે. કનૈયાલાલ મુનશી, દિગંબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com