SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજંતી ઘણુ મેધ જિમ,જિણવાણી નિસુણેવ, નાણુ હુઆ પાંચસયે.૪૩. વસ્તુ. ઇણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણ સંપન્ન, પન્નરહસય પરિવરિય; હરિએ દુરિઅ, જિણનાહ વંદઈ; જાણેવિ જગગુરૂ વયણ, તીહનાણ અપ્યાણ નિંદઇ. ચરમ જિણેસર તવ ભણે, ગેયમ કરિ મ ખેલ; છેહિ જઈ આપણે સહી, હેર્યું તુલા બેઉ. ૪૪, અથ. આજ ભલું પ્રભાત થયું, આજ પસલી ( બા)-માં પુણ્ય. ભરે, શ્રી ગોતમ સ્વામીને દીઠા એટલે પિતાના નેત્રમાં અમૃતને શ્રાવ થયો અથવા પિતાના નેત્રમાં અમૃતના સરોવર જેવા ગોતમ સ્વામીને દીઠા. હવે તે મુનિ. પ્રવર(મુનિમાં 28) ગૌતમ સ્વામી પાંચસે મુનિની. સાથે પરવર્યા સતા ભૂમિપર વિહાર કરે છે અને અનેક ભવ્ય જીવને પ્રતિબોધ આપે છે સમવસરણમાં જે જે સંશય ઉત્પન્ન થાય છે તે પરઉપકારને માટે ભગવંતને પુછે છે, અને જ્યાં જ્યાં(જેને)જેને દીક્ષા. આપે છે ત્યાં ત્યાં તેને તેને) કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાની પાસે કેવળજ્ઞાન) નહીં છતાં પણ ગૌતમ સ્વામી એ પ્રમાણે (કેવળજ્ઞાનનું) દાન આપે છે. ગુરૂ (વર્ધમાન સ્વામી) ઉપર ગૌતમ સ્વામીને અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ છે અને એ મિષે કેવળજ્ઞાન પામવાના છે, પણ હાલ તે પ્રભુ ઉપરને રાગ રોકી રાખે છે; અથવા રંગના ભર (સમૂહ) થી પ્રભુ ઉપર રાગ રાખી રહ્યા છે હવે અન્યદા, અષ્ટાપદ શેલ (પર્વત) ઉપર પિતાની લબ્ધિવડે ચડીને જે ચોવીશ તીર્થકરોને વાંદે તે મુનિ ચરમશરીરી હાથ અર્થાત તે ભવમાંજ મેસે. જનારા હેય.” આ પ્રમાણેની ભગવંતની દેશના સાંભળીને ગૌતમ ગણધર અષ્ટાપદ તરફ ચાલ્યા. ( નજીક પહેચા એટટે) પનરસે તાપસે તેમને આવતા દીઠા. (તાપસે વિચારે છે કે , “ તપથી અમારું શરીર શોષિત થઈ ગયું છે. તથાપિ અમને આ પર્વત ઉપર પહોચવાની(ચટવાની) શક્તિ પ્રાપ્ત થઈ નથી, તે આ તે દઢ કાયા“-વાળા છે, હાથીની જેવા ગાજતા દેખાય છે તે કેમ ચડી શકશે? આવા મેણા અભિમાનથી તાપસે પિતાના મનમાં ચિંતવે છે તેવામાં ૧ આ ઢાળની ૧૬ ગાથાને કેટલીક પ્રતમાં ૮ ગાથા ગણેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy