________________
કહીશું? આજકાલ ૫. જવાહરલાલ નેહરુ અંગ્રેજી-ભાષાની ભાષણ કરે છે તો શું તેમને અંગ્રેજ કહીશું? માટે ભાષાથી જન્મ-દેશને નિર્ણય થઈ શક નથી.
આગળ લેખક લખે છે-“આ રીતે પણ મગધની પાસે અગ્નિકોણામાં વસેલું ક્ષત્રિયકુંડ એ જ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીની જન્મભૂમિ હતી, એવું નક્કી થાય છે,
– ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૧૪, (પ્રસ્તાવના) ઉપર્યુક્ત પુસ્તકના લેખકનું આ કથન સ્વયં જ એ વાતનું સાક્ષી છે કે મગધમાં તેમને જન્મ હેતે થે, પરંતુ મગધની પાસે અગ્નિખૂણામાં જે કઈ ક્ષત્રિયકુંડ હતું, તે તેમની જન્મભૂમિ હતી. લેખકનું એ માનવું કે ભગવાને જન્મ મગધ દેશમાં થયો હતો માત્ર ભ્રમ છે.
આગળ તેઓ લખે છે –“આ આખાય પ્રશ્નને ઉપલબ્ધ પ્રમાણથી ઘણા પ્રમાણેના આધારે જ નક્કી થાય છે, તેને જ અંતિમ સત્ય તરીકે આપવામાં આવ્યું છે.”
–ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૧૭ (પ્રસ્તાવના) ઉપરનું આપનું લખવું ઠીક છે, પરંતુ જે પ્રમાણેની ચાલણ આપને મળી છે તે બરાબર નથી. તેના કાણાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com