________________
એટલા મેટા છે કે તેમાંથી પ્રમાણેના આધારેને ઠીક ઠીક વિભાગ નથી થઈ શકે.
આગળ તેઓ લખે છે-“બૌદ્ધો શંકરાચાર્યના સમયમાં હિંદમાંથી હિજરત કરી ગયા. અને બારેક સદીઓ પછી પાછા આવ્યા. તે દરમિયાન તેઓ બૌદ્ધ તીર્થભૂમિએને ભૂલી ગયા હતા. જેનો પણ એજ અરસામાં હિન્દમાંથી નહિ કિન્તુ પૂર્વદેશમાંથી હિજરત કરી ગયા હતા. અને મધ્યહિન્દ, પશ્ચિમહિન્દ તથા દક્ષિણમાં પહોંચી ગયા હતા.
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ 3 સૌથી પહેલાં આપણે શંકરાચાર્યને ઐતિહાસિક સમય તપાસીએ એતિહાસિક ઈ. સન્ ૭૮૮ થી ૮૨૦ સુધીના સમયને શંકરાચાર્યને સમય માને છે. બલદેવ ઉપાધ્યાય ઈ. સન ૬૮૮ થી ૭૨૦ માને છે. રાજેન્દ્રઘોષ શંકરાચાર્યની આયુષ્ય ૩૪ વર્ષ માને છે, જ્યારે બીજા લેકે ૩૩ વર્ષ માને છે, ઐતિહાસિક વિદ્વાને શંકરાચાર્ય ઉત્કર્ષકાલ ૭૫૮ થી ૮૫૪ સુધીનો માને છે. શંકરાચાર્યે જૈન અને બૌદ્ધોને હાંકી કાઢયા હતા, એ વાત કોલ-કલિપત છે. શંકર-દિગ્વિજય’માં જે એ લખ્યું છે કે હિમાલયથી કન્યાકુમારી સુધી શંકરાચાર્યને પ્રભાવ હતો, એ તે કેવલ કિંન્તી માત્ર અને તેમની મહિમા વધારવા માત્રનો પ્રયાસ જ છે, એની કોઈ વાસ્તવિક કિંમત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com